News of Friday, 13th June 2025
બાર દિવસ પહેલા ધોરાજી પાસે બસ-ટેન્કરના અકસ્માતમાં ઘાયલ થયેલા ભૂપતભાઇનું મોત
રાજકોટ એસકે ચોકમાં રહેતાં પ્રોૈઢેના મૃત્યુથી ચાવડા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૩: અમરેલીના લીલીયા તાબેના મોટા કણકોટ ગામે રહેતાં નરેશભાઇ અમરશીભાઇ બગડા (ઉ.વ.૩૧) નામના યુવાનનું નજીકના ગાવડકા ગામે કડીયા કામની સાઇટ પર કામ કરતી વખતે પડી જતાં મોત થયું છે.
નરેશભાઇ ગત તા. ૪ના સાંજે ચારેક વાગ્યે ગાવડકા ગામે કડીયા કામની સાઇટ પર બીમ તોડવાનો કામ કરી રહ્યો હતો ત્યારે દસ બાર ફુટની ઉંચાઇએથી પડી જતાં ગંભીર ઇજા થતાં અમરેલી સારવાર માટે દાખલ કરાયેલ. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ ગત રાતે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
એ-ડિવીઝન પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી અમરેલી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર નરેશભાઇ ઉર્ફ કરસનભાઇ બગડા બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્રી છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
