News of Friday, 13th June 2025
અમિત ખુંટ આપઘાત કેસઃ સગીરાની રાજકોટ બાદ ગોંડલ કોર્ટમાં માજી ધારાસભ્ય સહિત ૨૮ વ્યકિત સામે ફરિયાદ
મને હોટલમાં ગોંધી રાખી ખોટા નામો આપવા દબાણ કરેલઃ ડી.સી.પી. સહિતના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓના નામો ફરિયાદમાં આપ્યા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.૧૩: રાજકોટ બાદ ગોંડલ ની કોર્ટમાં સગીરા ની જયરાજસિહ, તથા ગણેશભાઈ જાડેજા તથા તેના માણસો સહિત ૨૮ વ્યક્તિઓ સામે ફરિયાદ કરતા ભારે ચકચાર જાગી છે.
ચકચારી અમીત ખુંટ આપઘાત પ્રકરણની આરોપી સગીરાએ રાજકોટ કોર્ટ માં જયરાજસિહ તથા પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ કર્યા બાદ આજે ગોંડલ ની જ્યુડી.મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ માં જયરાજસિહ જાડેજા ગણેશભાઈ જાડેજા ,ડીસીપી બાંગરવા,ડીવાયએસપી કે. જી. ઝાલા,પીઆઇ એ.ડી. પરમાર ઉપરાંત જયરાજસિહ નાં માણસો દિગપાલસિહ,જેકીભાઈ, મહિપતસિંહ, હેમભા સહિત ૨૮ વ્યક્તિઓ સામે ફરિયાદ કરીછે.
સગીરાએ ફરિયાદ માં કહ્યુ કે મને જયરાજસિહ નાં માણસો સત્ય હકીકત જણાવવા દેતા ના હતા.મને દબાણ કરતા હતા.અને તે લોકો કહે તે નામ લખાવવા દબાણ કરતા હતા.હું અગાઉ કહેતી હતી કે આ લોકો મારાં ઘર સુધી પંહોચી જશે.મારાં પિતા ને દબાણ કરી વીડીયો બનાવવા મજબુર કરાયા હતા.આ સાજીસ માં મારા ગામનાં સરપંચ પણ સામેલ છે.
સગીરાનાં વકીલ ભૂમિકા પટેલે કહ્યુ કે સગીરાને ગોંડલ ની શ્રી હોટલ માં બે દિવસ ગોંધી રખાઇ હતી.અમે શ્રી હોટેલ,ડીવાયએસપી તથા તાલુકા પોલીસ સ્ટેશન નાં સીસીટીવી ફૂટેજ ની માંગ કરીછે.
સગીરા દ્વારા રાજકોટ કોર્ટમાં ફરિયાદ થયા બાદ ગોંડલ કોર્ટમાં પણ માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગણેશભાઇ તથા પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ ફરિયાદ કરતા ચકચાર જાગી છે.
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
