<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

મેટોડામાં બાઇક સ્‍લીપ થતાં અશોકને ગેસની દૂકાનવાળાએ ધોકાથી ફટકાર્યો

જોઇને કેમ ચલાવતો નથી? કહી ગાળ દઇ ડખ્‍ખો કર્યો!

 

રાજકોટ તા. ૧૩: મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૩માં રહેતો અશોકભાઇ પુંજાભાઇ બાબરીયા (ઉ.વ.૩૨) રાતે નવેક વાગ્‍યે ગેઇટ-૩માં કિસ્‍મત ચોક પાસેથી બાઇક લઇને નીકળ્‍યો ત્‍યારે બાઇક સ્‍લીપ થઇ જતાં પડી ગયો હતો. આ વખતે નજીકમાં જ આવેલી ગેસના બાટલાની દૂકાનવાળાએ તેની સાથે ઝઘડો કરી ધોકાથી માર મારતાં અને ગાળો દેતાં સારવાર માટે રાજકોટ દાખલ થયો છે.

સિવિલ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેન્‍દ્રભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇ, શક્‍તિસિંહે મેટોડા પોલીસને જાણ કરી હતી. અશોકભાઇના કહેવા મુજબ મારું બાઇક ગેસના બાટલાની દૂકાન નજીક જ સ્‍લીપ થયું હોઇ તે વખતે દૂકાનવાળાએ મને ધ્‍યાન રાખીને કેમ નથી ચલાવતો? કહી ગાળો દેતાં તેને ગાળો બોલવાની ના પાડતાં તેણે ઉશ્‍કેરાઇ જઇ હુમલો કર્યો હતો. મેટોડા પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:29 PM IST)