<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

જસદણમાં વેપારીનો ફાંસો ખાઇ આપઘાત

બચુભાઇ ભલસોડ (ઉ.વ.૬૦) એ સાર્વજનિક પ્‍લોટમાં ઝાડ નીચે લટકી જીવ દીધોઃ કારણ અંગે તપાસ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૧૩ : જસદણ શહેરમાં વેપારી વૃધ્‍ધે ગળાફાંસો ખાઈ લેતા તેનું કરુણ મોત નીપજ્‍યું હતું.

મળતી  વિગતો મુજબ જસદણ શહેરના આટકોટ રોડ ઉપર કોટડીયા પ્‍લોટીંગ વિસ્‍તારમાં રહેતા પ્રજાપતિ બચુભાઈ નાથાભાઈ ભલસોડ (ઉંમર વર્ષ ૬૦) એ તેમના મકાનની નજીકના જ વિસ્‍તારમાં આવેલા સાર્વજનિક પ્‍લોટમાં લીમડાના ઝાડ ઉપર ગળાફાંસો ખાઈને લટકી જતા તેનું કરુણ મોત નીપજ્‍યું હતું.

મળત્‍યુ પામનાર બચુભાઈ ભલસોડને સંતાનમાં બે દીકરા છે અને જસદણ શહેરમાં આદમજી રોડ ઉપર ચામુંડા સાડી નામે સાડીની દુકાન ધરાવે છે. બનાવ કયા કારણસર બન્‍યો તે અંગે જસદણ પોલીસના હેડ કોન્‍સ્‍ટેબલ સુનિલભાઈ તલસાણીયા તપાસ ચલાવી રહ્યા છે.  બનાવવાની જાણ થતા જ  જસદણ પોલીસ સ્‍ટેશનનો સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયો હતો. અને મળત્‍યુ પામનાર બચુભાઈ ભલસોડના મળતદેહને જસદણ સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્‍યો છે. બનાવને પગલે જસદણના પ્રજાપતિ સમાજમાં ઊંડો શોક ફેલાયો છે. (૩.૮)

તસ્‍વીરમાં બચુભાઇનો મૃતદેહ નજરે પડે છે. (તસ્‍વીરઃ ધર્મેશ કલ્‍યાણી જસદણ)

(1:13 PM IST)