<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

ભાવનગરમાં સવારે છાંટા : વરસાદની રાહ વચ્‍ચે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અસહ્ય ઉકળાટ

મહતમ તાપમાનનો પારો ઉંચે ચડતા લોકો પરસેવે રેબઝેબ

રાજકોટ, તા. ૧૩:  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વરસાદની રાહ વચ્‍ચે અસહ્ય ઉકળાટ યથાવત છે અને આછા વાદળા છવાયેલા છે. સવારે ભાવનગરમાં છાંટા પડયા હતા.

મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ગોહિલવાડમાં જેઠ માસમાં ના પણ આકડા તાપની અનુભૂતિ થઈ છે. ગરમીનો પારો વધીને ૪૨.૫ ડિગ્રીને આંબી જતાભાવનગર વાસીઓ આકરી ગરમી અને  બફારામાં શેકાયા હતા. બપોરના સમયે ગરમ લુ ફેકાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. આજે દિવસ દરમિયાન આગમાંથી આંકડો તાપ વરસતા છેલ્લા ૨૪ કલાકમાં મહત્તમ તાપમાન ૨.૪ વધીને ૪૨.૫ ડિગ્રી એ પહોંચી ગયું હતું. મોદી સાંજ સુધી બફારો ઉકરાટ રહેતા લોકો તોબા પોકારી ગયા હતા.

ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૪૨.૫ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૩૦.૬ ડિગ્રી રહેવા પામ્‍યું હતું. જ્‍યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૭ ટકા રહ્યું હતું. પવનની ઝડપ ૨૪ કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.

આજે શુક્રવારે સવારે ભાવનગર શહેરના અનેક વિસ્‍તારોમાં વરસાદના ના છાંટા પડ્‍યા હતા. સવારથી જ વાદળીયું વાતાવરણ છે. ગરમીથી તોબા પોકારી ગયેલા ભાવનગરવાસીઓ હવે મેઘરાજાનું આગમન થાય તેની રાહ જોઈ રહ્યા છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન દ્વારા જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૯ સે.ગ્રે., મહત્તમ તાપમાન ૩પ.ર  સે.ગ્રે. ભેજનું પ્રમાણ ૭૩ ટકા, પવનની ગતિ ૧૬.૬ કિ.મી. છે. 

(1:12 PM IST)