News of Friday, 13th June 2025
પ્લેન દુર્ઘટનામાં જૂનાગઢના દંપતી સહિત ૩નાં મોતથી પડોશીઓ, સ્વજનો શોકમગ્ન
દંપતી પુત્રને, મહિલા પુત્રીને મળવા લંડન જતા હતા ને અનંત યાત્રાએ ઉપડી ગયા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા., ૧૩: અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જૂનાગઢ કળષિ યુનિવર્સિટીના નિવળત્ત બાગાયત અધિકારી અને તેના પત્ની અને અન્ય એક મહિલાના મોતથી પડોશીઓ, સ્વજનો શોકમગ્ન થઈ ગયા છે.
જૂનાગઢમાં કલેકટર કચેરી નજીક આવેલી શ્રીધર નગર સોસાયટીમાં રહેતા કળષિ યુનિવર્સિટીના નિવળત બાગાયત અધિકારી રવજીભાઈ શંભુભાઈ ચોવટીયા (ઉ.વ.૬૫)ના પુત્ર લંડનમાં રહેતા હોય ગત તા. ૧૦ના રવજીભાઈ ચોવટીયા અને તેના પત્ની શારદાબેન ચોવટીયા જૂનાગઢથી લંડન જવા માટે નીકળ્યા હતા. તેમની ગુરૂવારની કલાઈટ હોવાથી અમદાવાદ સબંધીને ત્યાં રોકાયા હતા. અને બપોરે ફ્લાઈટમાં તેઓ લંડન જવા નીકળ્યા હતા પરંતુ પુત્રને ત્યાં પહોંચે એ પહેલાં આ દંપતીનો ભોગ લેવાતા પરિવાર અને પાડોશીઓમાં ગમગીની વ્યાપી ગઈ હતી.
જ્યારે શહેરના મીરાનગર રામભાઈ ડાંગર નામના મહિલા લંડન રહેતા પુત્રીને મળવા જવા નીકળ્યા હતા. અમદાવાદથી બપોરે તેઓ લંડનની ફલાઈટમાં સવાર હતા. તેમનું પણ તંત્રની સત્તાવાર યાદી મુજબ પ્લેન દુર્ઘટનામાં મળત્યુ થતાં પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
