News of Friday, 13th June 2025
જામનગરમાં મોબાઈલ ચોરીના આરોપીને એલસીબીએ ઝડપી લીધો
પોલીસે મીગ કોલોની શંકર ભગવાનના મંદિર પાસેથી આરોપીને ચોરી કરી મેળવેલ મોબાઈલના મુદામાલ સાથે પકડી પાડ્યો

જામનગર :પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોકકુમાર (IPS) નાઓએ અન ડીટેકટ ગુન્હા શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ (IPS) નાઓએ જામનગર જીલ્લામાં દાખલ થયેલ અન ડીટેકટ ગુન્હા શોધી કાઢવા અંગે એલ.સી.બી. પો.ઇન્સને સુચના કરેલ હોય, જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ વી.એમ. લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઈ.પી.એન.મોરી તથા પો.સ.ઇ.સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં અન ડીટેકટ ગુન્હા શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ તથા રૂષીરાજસિંહ વાળાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં મીગકોલોની, શંકર ભગવાનના મંદિર પાસેથી આરોપી રસીકભાઇ કેશુભાઇ મકવાણા (રહે. દરેડગામ, ખોડીયાર માતાના મંદિરની પાછળ, પ્રણામીનગર-૪ તા.જી.જામનગર મુળ- ધુનધોરાજી તા.કાલાવડ વાળા) ના કબ્જા માંથી ચોરી કરી મેળવેલ મોટોરોલા કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ. ૨૦,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ પો.હેડ કોન્સ. યુવરાજસિંહ ઝાલાએ કાયદેસર ની કાર્યવાહી કરી આગળની તપાસ માટે સીટી એ ડીવી પો.સ્ટે. તરફ મોકલી આપેલ છે.
શોધી કાઢેલ ગુનો ( ૧) જામનગર સીટી એ ડીવી પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૦૮૨૩૨૪૫૧/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯ મુજબ
આ કાર્યવાહી પો.ઇન્સ.વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ.પી.એન.મોરી તથા પો.સ.ઇ.સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, યુવરાજિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર, કિશોરભાઇ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઇ વીરડા, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
