<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

ધ્રોલ નગરપાલિકા કચેરીના કર્મચારીગણ દ્રારા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિજયભાઈ રૂપાણી અને ધ્રોલના દંપતી સહિતના મૃતકને શ્રદ્ધાંજલિ અપાઈ .

તમામ મૃતકના આત્માની શાંતિ માટે શ્રધ્ધાંજલી આપી, મૌન પાળી પ્રાર્થના કરી અને ઈજાગ્રસ્તો વહેલીતકે સ્વસ્થ થાય તેના માટે પ્રાર્થના કરવામાં આવી

( સંજય ડાંગર દ્વારા ) ધ્રોલ : અમદાવાદ એરપોર્ટ થી એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થવાથી મોટી દુર્ઘટના સર્જાઇ હતી અનેક લોકોના જીવ ગુમાવ્યા આ દુર્ઘટનાથી દેશ વિદેશમાં હાહાકાર મચી ગયો છે આ પ્લેન દુર્ઘટનામાં મૃત્યું પામ્યા દેશ ભરમાં શોક ત્યારે ધ્રોલ નગરપાલિકા કચેરીના કર્મચારીગણ દ્રારા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ધ્રોલના દંપતીનું સહિત અનેક મૃત્યુ થયા જે તમામ મૃતકના આત્માની શાંતિ માટે શ્રધ્ધાંજલી આપી, મૌન પાળી પ્રાર્થના કરવામાં આવી અને ઈજાગ્રસ્તો વહેલીતકે સ્વસ્થ થાય તેના માટે પ્રાર્થના કરવામાં આવી હતી


 

(10:21 PM IST)