<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

મોરબી મહાનગરપાલિકા તથા ફિલ્ડ માર્શલ બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

રક્તદાતાઓને કમિશનર દ્વારા સન્માન પત્ર તથા ભેટ આપવામાં આવ્યા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી મહાનગરપાલિકા તથા ફિલ્ડ માર્શલ બ્લડ બેન્ક દ્વારા તારીખ 13 જૂન ને શુક્રવારના રોજ મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

   આ કેમ્પમાં મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્રિલ ખરે તથા ડેપ્યુટી કમિશનરની હાજરીમાં મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. રક્તદાન કરનારાઓને મોરબીમાં મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સન્માન પત્ર તથા ભેટ આપવામાં આવ્યા હતા. આ સન્માનથી રક્તદાન કરનારાઓને પ્રોત્સાહન મળ્યું હતું અને અન્ય લોકોને પણ રક્તદાન માટે પ્રેરણા મળી હતી. આ રક્તદાન કેમ્પમાં કુલ 52 લોકોએ રક્તદાન કર્યું હતું.

(11:21 PM IST)