News of Friday, 13th June 2025
મોરબી : વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા જોગ આશ્રમે ભજન કીર્તિન, બાર એસો દ્વારા મૌન પાળી પ્રાર્થના.
સીનીયર એડવોકેટ પ્રદીપભાઈ વાળાએ વિજયભાઈ રૂપાણી સાથેના સંસ્મરણો યાદ કર્યા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મોરબીના મચ્છુ ડેમ ખાતે આવેલ જોગ આશ્રમ ખાતે ભજનકીર્તન કાર્યક્રમ યોજાયો હતો
અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું અને વિમાનમાં સવાર અનેક મુસાફરોના કરુણ મૃત્યુ થયા છે ત્યારે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે મોરબીના જોગ આશ્રમ મચ્છુ ડેમ ખાતે વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધા સુમન અર્પણ કરવા ભજન કીર્તન કાર્યક્રમ યોજાયો હતો જેમાં આજુબાજુના વિસ્તારના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને દિવંગતોની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી
તે ઉપરાંત મોરબી બાર એસો દ્વારા આજે વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી મોરબી બાર એસોના તમામ વકીલોએ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કામોને પણ યાદ કર્યા હતા મોરબી ભાજપના પીઢ આગેવાન અને સીનીયર એડવોકેટ પ્રદીપભાઈ વાળાએ વિજયભાઈ રૂપાણી સાથેના સંસ્મરણો યાદ કર્યા હતા અને તેઓ લંડન જવાના હોવા અંગે વાત થઇ હતી અને વિજયભાઈ રૂપાણીના દુખદ અવસાનથી શોક વ્યક્ત કર્યો હતો.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
