<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

મોરબીના જુના ઘૂટું રોડ પર કારમાંથી દારૂની ૯૯ બોટલ સાથે બે ઝડપાયા: એક શખ્શનું નામ ખુલ્યું .

પોલીસે ૧.૩૪ લાખનો દારૂ અને ૩ લાખની કાર સહીત ૪.૩૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના જુના ઘૂટું રોડ પરથી કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી હેરાફેરી કરનાર બે શખ્શોને ઝડપી લઈને પોલીસે ૧.૩૪ લાખનો દારૂ અને ૩ લાખની કાર સહીત ૪.૩૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે માલ આપનાર મુબારક સંધીનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદથી સફેદ કલરની કાર જીજે ૦૮ સીએમ ૨૭૩૧ વાળીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી જુના ઘૂટું રોડ થઈને મોરબી આવવાનો હોવાની બાતમીને પગલે ટીમે જુના ઘૂટું રોડ પર વોચ ગોઠવી હતી અને કાર નીકળતા રોકી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૯૯ બોટલ કીમત રૂ ૧,૩૪,૨૦૦ નો જથ્થો મળી આવતા દારૂ અને કાર કીમત રૂ ૩ લાખ સહીત કુલ રૂ ૪,૩૪,૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.

આરોપી પૃથ્વીરાજસિંહ ખોડુભા ઝાલા ( રહે,સેવાસદન રોટરીનગર મોરબી ) અને સુરેશ ભૂપત રાઠોડ (રહે લક્ષ્મી સોસાયટી વેજીટેબલ રોડ મોરબી વાળા) ને ઝડપી લીધા છે માલ આપનાર આરોપી મુબારક અલ્યાસ સંધી( રહે માજી સૈનિક સોસાયટી ધ્રાંગધ્રા વાળા) નું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે.

(11:25 PM IST)