<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

મોરબી ત્રિપલ મર્ડર કેસમાં સંડોવાયેલ ૧૧ આરોપીઓ કસુરવાન, આજીવન કેદની સજા.

તમામ આરોપીઓને રૂ ૫૦ હજારનો દંડ ફટકાર્યો જે દંડની રકમમાંથી ત્રણેય મૃતકના પરિવારને રૂ ૨-૨ લાખનું વળતર આપવા કોર્ટે હુકમ કર્યો

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :  મોરબીના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં પોલીસે કુલ ૧૨ આરોપીને ઝડપી લીધા હતા જેમાં એક આરોપીનું જેલવાસ દરમિયાન મૃત્યુ થયું હતું બાકી રહેલા ૧૧ આરોપીને કોર્ટે ત્રિપલ મર્ડર કેસમાં કસુરવાન ઠેરવી તમામ આરોપીને આજીવન કેદની સજા અને રૂપિયા ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે.


જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૨ ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ રાત્રીના સમયે ૧૨ ઇસમોએ છરી, ધોકા, તલવાર જેવા હથિયાર વડે હુમલો કરી દિલાવર પઠાણ, અફઝલ પઠાણ અને મોમીન પઠાણની હત્યા કરી હતી જે ચકચારી ત્રિપલ મર્ડરના બનાવમાં મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીઓ ભરત નારણ ડાભી, જયંતી નારણભાઈ, અશ્વિન જીવરાજભાઈ, ભરત જીવરાજભાઈ, ધનજી મનસુખભાઈ, કાનજી મનસુખભાઈ, શીવાભાઈ રામજીભાઈ, મનસુખ રામજીભાઈ, જીવરાજ રામજીભાઈ, પ્રવીણ શીવાભાઈ, કિશોર શિવા ડાભી અને સંજય નારણ ડાભી સામે હત્યા અને રાયોટીંગની કલમો હેઠળના ગુનામાં ઝડપી લીધા હતા.

સંજય ડાભીએ વળતી પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદીના તમામ આરોપીઓ મૃત્યુ પામ્યા હતા ત્રિપલ મર્ડર કેસ અંગે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી અને મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં કેસ ચાલી જતા આજે કોર્ટે હત્યાના ગુનામાં સંડોવાયેલ ૧૨ આરોપી પૈકી શીવાભાઈનું જેલવાસમાં મોત થયું હતું તે સિવાયના બાકી ૧૧ આરોપીને કસુરવાન ઠેરવ્યા હતા અને કોર્ટે હત્યાના ગુનામાં તમામ ૧૧ આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે અને તમામ આરોપીઓને રૂ ૫૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે જે દંડની રકમમાંથી ત્રણેય મૃતકના પરિવારને રૂ ૨-૨ લાખનું વળતર આપવા કોર્ટે હુકમ કર્યો છે જે કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ વિજયભાઈ સી. જાની રોકાયેલા હતા.


 

(12:47 AM IST)