<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

મોરબીમાં કસરત કરતા સમયે તબિયત લથડતા યુવા ક્રિકેટ પ્લેયરનું મૃત્યુ

એસપી રોડ ઉપર આવેલ એક્સેલ ક્રિકેટ એકડમીમા ઘટના : તામિલનાડુના વેલલોરના ક્રિકેટ પ્લેયર વિષ્ણુ દેવાનંદ આગામૂડી મુદલિયારનુ મૃત્યુ થતા અરેરાટી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૧૪ : મોરબીની એક્સેલ ક્રિકેટ એકેડમીમા રહેતા અને ક્રિકેટ કોચિંગ કરાવતા મૂળ તામિલનાડુના વેલ્લોરના વતની ક્રિકેટ પ્લેયરની કસરત કરતા સમયે તબિયત લથડયા બાદ બેભાન થઈ જતા સારવારમાં ખસેડવામાં આવતા સારવાર કારગત નીવડી ન હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના એસપી રોડ ઉપર આવેલ એક્સેલ ક્રિકેટ એકડમીમાં રહેતા તામિલનાડુના વેલલોરના વતની ક્રિકેટ પ્લેયર વિષ્ણુ દેવાનંદ આગામૂડી મુદલિયાર ઉ.22 ગઈકાલે કસરત કરતા હતા ત્યારે તબિયત ખરાબ થઈ જતા ખુરશીમાં બેસી ગયેલ અને બાદમાં પોતાના રૂમમાં આરામ કરવા જતાં રહ્યાં બાદ સુઈ ગયા હતા. જે બાદ તેમના કોચ જગાડવા જતા જાગેલ ન હતા અને બેભાન બની જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

(10:17 AM IST)