<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

નકલી લેટરપેડ છપાવી બોગસ વરણીનો વિવાદ અધિકારી સુધી પહોંચ્‍યો

ધરાહારોને પ્રવર્તમાન આધારો રજૂ કરવા થયો આદેશ : સુરેન્‍દ્રનગર જિલ્લા પ્રા. શિ. સંઘની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું

(હેમલ શાહ દ્વારા) ચોટીલા, તા. ૧૪: સુરેન્‍દ્રનગર જિલ્લા પ્રા. શિક્ષક સંઘ ની ચૂટણી કાર્યક્રમ જાહેર કરાયેલ છે. જેમા જૂન માસમાં તા. ૧૮ ના રોજ મતદાર યાદી પ્રસિધ્‍ધ થશે, તા. ૨૩/૨૪ ના ઉમેદવારી ફોર્મ મેળવી શકાશે, તા. ૨૫ ફોર્મ જમા, ૨૬ના ફોર્મ ચકાસણી અને પે સેન્‍ટર વાઇઝ તા. ૨૭ ના ચૂટણી યોજાશે. ત્‍યાર બાદ તા. ૨૮/૨૯ તબ્‍બકાવાર તાલુકા કારોબારીની રચના અને તા. ૩૦ ના રોજ ચોટીલા બીઆરસી ભવન ખાતે જિલ્લા કારોબારીની રચના કરાશે.સમગ્ર ચૂટણી પ્રક્રિયામાં ચૂંટણી અધ્‍યક્ષ તરીકે જીલુભાઈ ધાધલ સાથે રણછોડભાઈ વઢેર અને વિક્રમભાઈ સુથાર ઉપાધ્‍યક્ષ તરીકે પોતાની ફરજ બજાવશે.

ઝાલાવાડનાં શિક્ષક સંઘની ચૂટણી પડઘમ વાગતા સંઘના રાજકારણમાં ગરમાવો આવેલ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સુરેન્‍દ્રનગરનું લેટરપેડ બિન અધિકળત રીતે છપાવી ઉપયોગ કરવામાં આવેલ હોવાની સંઘની રજૂઆત બાદ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી દ્વારા લેટરપેડ બિન અધિકળત રીતે છપાવી ઉપયોગ કરનાર સામે કાર્યવાહી કરવા બાબતે તેમજ સંઘના પુર્વ મહામંત્રી (નિવળત) દ્વારા તા.૦૨/૦૫/૨૦૨૫ ના રોજ બિનઅધિકળત અને ગેર બંધારણીય રીતે ખાસ કારોબારી સભા પ્રમુખની મંજૂરી વિના બોલાવી નવા કાર્યકારી પ્રમુખ તથા મહામંત્રીની વરણી કરેલ છે. તથા બિન અધિકળત રીતે ખોટું લેટરપેડ છપાવી તેનો ઉપયોગ સામે ખોટું લેટરપેડ છપાવી તેનો ઉપયોગ કરવા અને સંઘના હોદા ધારણ કરવા અને આપેલ હોદાઓ કાયદેસર હોય તો તા.૧૯/૦૫/૨૦૨૫ ના લેટરપેડમાં દર્શાવેલ માન્‍યતા અને જોડાણ હોવા અંગેના હોદ્દેદારોના પ્રવર્તમાન આધારો રજુ કરવા લેખિત આપતા ખળભળાટ મચેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ચુડા તાલુકાનાં પ્રવિણસિંહ જાદવ, ભળગુપુર પ્રાથમિક શાળા નં.-૧, મહાવીરસિંહ વી. ગોહિલ, અચારડા પ્રા.શાળા, ધાંગધ્રાનાં શૈલેષભાઈ પટેલ, કલ્‍યાણપુર પ્રાથમિક શાળા, આકાશભાઇ એમ. પટેલ, બાયસાબગઢ પ્રા.શાળા, બળદેવભાઇ ડી.ખટાણા, કંકાવટી પ્રા.શાળા, લખતરના રાજેન્‍દ્રકુમાર વી. ભુવા, વણા કન્‍યા શાળા, વઢવાણનાં રમેશભાઈ કે. પેઢડીયા, સુરેન્‍દ્રનગર-૪ પ્રા.શાળા વાળાને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પત્ર લખીને દિવસ ૩ માં આધાર રજૂ કરવા નહીં કરાય તો આ બાબતે કાંઇ કહેવા માંગતા નથી તેવું માની લેવામાં આવશે તેવું સ્‍પષ્ટ જણાવેલ છે.

ઝાલાવાડનાં પ્રાથમિક શિક્ષક સંઘના ઇતિહાસમાં પ્રથમ વખત ધરાહારના દાવપેચના તિક્કડમો રચાયાની ચર્ચા અને સંઘની ચૂંટણી અંગે શિક્ષક સમાજમાં ગરમાવો આવી ગયેલ છે.

(10:58 AM IST)