<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

ગુજરાતે જાગતા પ્રહરી સમાન નેતા ગુમાવ્‍યા : ગીતાબા જાડેજા

વિજયભાઇ રૂપાણીને શ્રધ્‍ધાંજલી અર્પતા ગોંડલના ધારાસભ્‍ય

 

 

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૪: ગુરુવારનાં અમદાવાદમાં પ્‍લેન ક્રેશની ઘટનામાં ગુજરાતનાં પુર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં થયેલા નિધન અંગે ગોંડલનાં ધારાસભ્‍ય ગીતાબા જયરાજસિંહ જાડેજાએ ઘટના અતિ દુઃખદ હોવાનું જણાવી ઉંડા શોકની લાગણી વ્‍યક્‍ત કરી છે.તેમણે કહ્યુ કે વિજયભાઈ રુપાણી ખરા અર્થમાં જાગળત પ્રહરી અને વિકાસ પુરુષ હતા. ગોંડલ પ્રત્‍યે તેઓને અનોખો લગાવ હતો. ગુજરાતનાં રાજકારણમાં વિજયભાઈની ખોટ કયારેય પુરી શકાશે નહી. ધારાસભ્‍ય ગીતાબા જાડેજાએ પ્‍લેન દુર્ઘટનાનો ભોગ બનેલા દિવંગત આત્‍માઓની શાંતિ માટે ઈશ્‍વરને પ્રાર્થના કરી શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી. કમભાગી ઘટનાને લઇને ગોંડલ પંથક શોકમગ્ન હોવાનું જણાવ્‍યું હતુ.

(11:22 AM IST)