<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

ગોંડલ તાલુકા પોલીસે ૪.ર૬ લાખનો વિદેશી દારૂનો જથ્‍થો ભરેલી કાર ઝડપી લીધી

કાર-દારૂ સહિત ૭.૧૬ લાખના મુદામાલ સાથે અમદાવાદના મહમદની ધરપકડ

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ (નીચે બેઠેલ) સાથે તાલુકા પોલીસનો સ્‍ટાફ અને બાજુની તસ્‍વીરમાં દારૂનો જથ્‍થો નજરે પડે છે. (પ-ર૬)

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૪ :.. ગોંડલ જેતપુર નેશનલ હાઈવે એશિયાટિક કોલેજ પાસે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી શંકાસ્‍પદ જણાતી સ્‍વીફટ કારને રોકી તેની તલાસી લેતા તેમાંથી ૪.ર૬ લાખનો  વિદેશી દારૂનો જથ્‍થો  મળી આવતા સ્‍વિફટ કાર, મોબાઈલ સહિત કુલ રૂપિયા ૭,૮૧,૬૦૦ નાં મુદ્દામાલ સાથે એક શખ્‍સને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકા પોલીસને બાતમી મળી હતી કે સ્‍વિફટ કાર માં વિદેશી દારુનો જથ્‍થો આટકોટથી જુનાગઢ તરફ જઇ રહ્યો છે.જેથી પી.આઇ. એ.ડી. પરમાર,પીએસઆઇ જાડેજા સહિત નાં સ્‍ટાફે જેતપુર રોડ પર એશિયાટિક કોલેજ પાસે વોચ ગોઠવી એમએચ ૪૮ સીકે ૨૪૯૭ નંબરની સ્‍વીફટ કાર ને રોકી તેની તલાસી લેતા તેમાંથી  વિદેશી દારૂનો જથ્‍થો કિ. ૪.ર૬ લાખ અને કાર સહિત કુલ રૂા. ૭,૮૧,૬૦૦ ના મુદ્દા માલ સાથે મહંમદ નાવેદ અન્‍સારી ઉંમર વર્ષ ૨૫ રહે અમદાવાદ વષાાપુર વાળા ને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી તેમજ આ ગુનામાં  અન્‍ય આરોપી શ્‍યામ પીતલાણી રહે અમદાવાદ વાળા ને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

ઝડપાયેલ મહમદ નાવેદ અમરેલી તથા ગોંડલ પોલીસ ચોપડે ચડી ચુકયોછે.જ્‍યારે શ્‍યામ પિતલાણી સામે વઢવાણ તથા સુરેન્‍દ્રનગર પોલીસ માં ગુન્‍હા નોંધાયા છે.

આ કાર્યવાહી ગોંડલ તાલુકાના પીઆઇ એ. ડી. પરમાર પીએસઆઇ આર. જે. જોષી, એએસઆઇ રૂપકબહાદુર હસ્‍તબહાદુર, પીસી ભગીરથભાઇ નાગભાઇ, રણજીતભાઇ મેરામભાઇ, પૃથ્‍વીરાજસિંહ ઉમેદસંગ, ધર્મેન્‍દ્રસિંહ દાનુભા, જયદીપભાઇ જોરૂભાઇ, રવિરાજસિંહ બાપાલાલ તથા જયદીપસિંહ લખધીરસિંહ સહિતનો સ્‍ટાફ જોડાયો હતો. 

(11:56 AM IST)