<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

કાલે ભાણવડમાં વિજયભાઇ અને મૃતકોને શ્રધ્‍ધાંજલી અપાશેઃ દ્વારકા ભાજપ દ્વારા કાર્યક્રમો રદ

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૪ :.. અમદાવાદમાં પ્‍લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીનું અવસાન થયું હોય તથા પ્‍લેન અકસ્‍માતમાં ત્રણસો જેટલા લોકો સામુહિક મૃત્‍યુ પામતા ભાણવડમાં ભાણવડ મહાજન પાંજરાપોળ ગૌશાળામાં ગૌશાળા ટ્રસ્‍ટ તથા આગેવાનો દ્વારા સદ્‌્‌ગત વિજયભાઇ રૂપાણી તથા મૃતકોને શ્રધ્‍ધાંજલીનો કાર્યક્રમ રવિવાર તા. ૧પ ના સવારે ૧૦ વાગ્‍યે રાખેલો છે જેમાં ભાણવડ તથા સમગ્ર જિલ્લાના લોકોને ઉપસ્‍થિત રહેવા આમંત્રણ અપાયું છે.

અમદાવાદ પ્‍લેન દુર્ઘટનામાં ત્રણસો જેટલા વ્‍યકિતઓના મૃત્‍યુ તથા પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના અવસાનની ઘટનાના પગલે ભાજપ દ્વારકા જિલ્‍લા દ્વારા તમામ કાર્યક્રમો ત્રણ દિવસ માટે બંધ જાહેર કર્યા છે તો ગ્રીન ખંભાળીયા દ્વારા તા. ૧પ-૬-રપ ના રોજ દાતાઓનો સન્‍માન સમારંભ રાજયમંત્રીશ્રી મુળુભાઇ બેરા તથા સાંસદ પુનમબેન માડમની ઉપસ્‍થિતિમાં રખાયો હતો તે પણ રદ કરાયો છે.

(12:00 PM IST)