News of Saturday, 14th June 2025
ઉપલેટામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ

રાજકોટ તા.૧૩: જેતપુર બાદ ઉપલેટા પોલીસે બે બાંગ્લાદેશી મહિલાને પકડી પાડી વિશેષ તપાસ હાથધરી છે.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિંમકર સિંહે ગ્રામ્ય જીલ્લામાં ઘુસણખોરી કરનારા અન્ય દેશોના લોકોને શોધી કાઢવા સુચના આપેલ હોય, જે આધારે સિમરન ભરદ્વજ મદદનીશ પોલીસ અધિક્ષક ધોરાજીના માર્ગદર્શન હેઠળ ઉપલેટા પો.ઇન્સ. બી.આર.પટેલ તથા ટીમ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રહે હકિકત મળેલ છે કે, ઉપલેટા રામગઢ, સ્મશાન રોડ, ખાટકી વાડાના નાકે ઈકબાલભાઇ ખાટકીના મકાનમાં ભાડેથી બાંગ્લાદેશી મહિલાઓ (નાગરીકો) કોઇપણ પ્રકારના વિઝા કે સરકારની મંજુરી વગર ગેરકાયદેસર રીતે રહે છે. જેથી સદરહુ હકિકત બાબતે તપાસ કરી પોલીસ ટીમે (૧) યાસમીનબેન ડો/ઓ કાદરભાઇ તૈલી (મુસ્લિમ) તે વા/ઓ હનીફભાઇ મકવાણા ઉ.વ.૫૨ ધંધો.મજુરી મુળ રહે.ચીંટાગાવ તા.ચકબજાર જી.ઢાંકા બાંગલાદેશ તથા નં.(૨) મુમતાજબેન ડો/ઓ કાદરભાઇ તૈલી (મુસ્લિમ) તે વા/ઓ ઓસમાણભાઇ ઠેબા ઉ.વ.૪૦ ધંધો.મજુરી મુળ રહે.ચીંટાગાવ તા.ચકબજાર જી.ઢાંકા બાંગલાદેશ વાળાઓની પાસે ભારતીય ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ કે અન્ય કોઈ બીજા પુરાવા મળી આવેલ નહિ જેથી બન્ને શંકાસ્પદ બાગ્લાદેશી મહીલા નાગરીકને નજર કેદ કરી કાયદેસરની કાર્યવાહિ કરેલ છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બંન્ને મહિલા વર્ષો પહેલા બાંગલદેશની માતા-પિાના સાથે ઉપલેટા આવી હતી. ત્યારબાદ માતા-પિતાનું અવસાન થતા બંન્ને મહિલાઓએ ઉપલેટામાંજ લગ્ન કરી લીધા હતા. જેમાં યાસ્મીન છુટાછેડા થઇ ગયા છે. અને બંન્ને મહિલાને બે-બે બાળકો છે.
આ કાર્યવાહી ઉપલેટા પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેક્ટ બી.આર.પટેલ, પો. સબ ઈન્સ.એસ.પી.ભટ્ટ તથા એએસઆઇ ડી.પી.કટોચ, યુએચસી કે.કે.રાઠોડ, જેન્તીભાઈ મકવાણા, હરેશભાઈ જાંબુકીયા, પીસી મહાવીરસિંહ ડોડીયા, રાહુલભાઈ વાઝા, પીસી મનદીપસિંહ જાડેજા, ડબલ્યુપીસી દિવ્યાબેન મેતા, ડિમ્પલબેન પરમાર તથા બિંદુબેન સેવરા દ્વારા કરવામા આવેલ છે
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
