News of Saturday, 14th June 2025
વિજયભાઇ હસતા મોઢે કહેતા કે ચિંતા ન કરતા હું કામ કરાવી દઇશઃ લાખાભાઇ સાગઠીયા
પૂર્વ મુખ્યમંત્રીને શ્રધ્ધાંજલી અર્પતા પૂર્વ ધારાસભ્ય

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા. ૧૪: સરળ સ્વભાવ અને સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતા વિજયભાઈ રૂપાણી એટલે અડધી રાતનો હોંકારો. પ્રજાના દિલમાં હંમેશા રાજ કરનાર, હસમુખા અને હંમેશા પોઝીટીવ વિચાર ધરાવતા આપણા સૌના વિજયભાઈ રૂપાણીના નિધનના સમાચારથી રાજકોટના દરેક વ્યક્તિનું હૈયું રડી પડ્યું હતું. વિજયભાઈ તમે હંમેશા રાજકોટના દિલમાં રહેશો.
વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રીની સાથે રાજકોટના ધારાસભ્ય હતા એ સમયે હુ પણ ધારાસભ્ય હતો એમની સાથે કામ કરવાનો અવસર મળ્યો હતો. મારા મતવિસ્તાર ને કાઈ પણ પ્રશ્ન હોઈ વિજયભાઈ હસ્તા મોઢે કેતા કાંઈ ચિંતાનો કરતા લાખાભાઈ હું કામ કરાવી દઈશ.
સાહેબે અમારૂ ખુબ ધ્યાન રાખ્યું છે
રાજકોટ ને એઈમ્સ હોસ્પીટલ ઈન્ટરનેશનલ એરપોર્ટ જેવી અનેક વિકાસ કામગીરી સાહેબે રાજકોટ ને ભેટ આપી એના અમે સાક્ષી છીએ.
સરળ,સહજ અને સૌમ્ય વ્યક્તિત્વના પરિણામે ભારતીય રાજનીતિમાં જનનેતા તરીકેની છાપ અંકિત કરનાર અમારા સૌના આદર્શ.ભાજપ પરિવારના મોભી અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ઋણ કયારેય ભુલાશે નહી.
ઈશ્વર તેમના સદ્દગત આત્માને શાંતિ અર્પે અને તેમના સ્વજનો અને સમર્થકોને આ આકસ્મિક દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી ઈશ્વર પ્રાર્થના
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
