<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

પડધરી મોટી ચણોલમાં અશ્વિન પરમારે વાડીએ ઝેરી દવા પીધીઃ ગંભીર હાલત

જયેશ નામનો શખ્‍સ પૈસા માટે ધમકાવતો હોવાનું સ્‍વજનોનું કથન

રાજકોટ તા. ૧૪: પડધરીના મોટી ચણોલ ગામે રહેતાં અશ્વિનભાઇ સોમાભાઇ પરમાર (ઉ.વ.૩૫) નામના યુવાને સાંજે સાડા આઠેક વાગ્‍યે વાડીએ ઝેરી દવા પી લેતાં પડધરી સારવાર અપાવી બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ છે.

અશ્વિનભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના અને અપરિણીત છે. તે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. સગાના કહેવા મુજબ અશ્વિનભાઇને કોઇ જયેશ નામનો શખ્‍સ ફોન કરી ધમકાવતો હતો અને પૈસાની ઉઘરાણી કરતો હતો. આ કારણે કદાચ તેણે પગલુ ભર્યુ છે. જો કે જયેશ શાના પૈસા માંગે છે? શા માટે ધમકી આપે છે? તે અંગે પરિવારજનો ચોક્કસ વિગતો જાણતાં નથી. જો કે તેમણે પડધરી પોલીસમાં અરજી આપી રજૂઆત કરી હોવાનું કહ્યું હતું. અશ્વિનભાઇ ભાનમાં આવ્‍યા બાદ વધુ વિગત બહાર આવશે.

(1:21 PM IST)