તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th June 2025
સુરેન્દ્રનગરમાં ભૂંડ પકડવા બાબતે થયેલ મારામારીની ઘટનાનું એક્શન રિપ્લે

વઢવાણ : સુરેન્દ્રનગર શહેરમાં ગત તા. ૧૧મી જુનના રોજ ભુંડ પકડવા બાબતે એક જ સમાજના બે જુથો વચ્ચે ભકિતનંદન સર્કલેથી ફીલ્મી ઢબે કારનો પીછો કરી આંબેડકર ચોકમાં જાહેરમાં મારામારી થઈ હતી. બી ડીવીઝન પોલીસે આ કેસના આરોપીઓ કરનેલસીંગ રાજુસીંગ ટાંક, માનસીંગ ટાંક, તીરથસીંગ ટાંકી, ક્રીપાલસીંગ દારસીંગ પટવા, કલુસીંગ ઉર્ફે રાજકમલસીંગ દારસીંગ પટવા, કરણસીંગ હરનામસીંગ પટવાને ઝડપી લીધા હતા.આરોપીઓને સાથે રાખી શુક્રવારે સાંજે પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યુ હતુ. આરોપીઓને જોવા લોકોના ટોળા ઉમટી પડયા હતા
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
