<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

ધ્રાંગધ્રા વિસ્‍તારમાં પાણીની લાઇનના કામમાં માટી નાખી બૂરાણ કરાતા રોષ

 

વઢવાણ તા.૧૪: ધ્રાંગધ્રાના ખાંભડા-ધોળી ગામમાં પાણીની ગંભીર સમસ્‍યા દૂર કરવા જિલ્લા પંચાયત સદસ્‍ય વિક્રમસિંહ સોલંકીએ વારંવાર રજૂઆત કરતા પાઇપલાઇન મંજૂર થઇ હતી.ત્‍યારે સરકારી રોડ બનાવવા,પાઇપલાઇન નાખવા સહિતના કામમાં મોટાપાયે ગેરરીતી આચરાતી હોય છે.એવામાં ધ્રાંગધ્રા તાલુકાના નારીયાણા ગામની પાણીની ટાંકીથી ધોળી અને ખાંભડા ગામ સુધી પાણીની પાઇપલાઇનનું પાણીપુરવઠા વિભાગ દ્વારા કામ શરૂ કરાયુ છે.પરંતુ પાઇપલાઇન જમીનની અંદર ચાર ફૂટ નાખવાના બદલે દોઢ,બે ફૂટ નાખી માટી નાખી બુરાણ કરી દેતા હોવાનું ગ્રામજનોના ધ્‍યાને આવતાની સાથે જ જિલ્લા પંચાયત સદસ્‍ય વિક્રમસિંહ સોલંકીને લઇ જઇ આ ગુણવતા વાળુ કામ બંધ કરી દેવડાવ્‍યુ હતુ.બીજી તરફ વિક્રમસિંહે તાત્‍કાલીક જવાબદાર અધિકારીઓને આ ગુણવતા વગરના કામની જાણ પણ કરી દીધી હતી.હવે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા કેવા પગલા લેવાય છે અને આગળ જમીનમાં બુરાણ કરાયેલી લાઇન કઢાવી ઉંડે નખાવે છે કે નહી એની સામે સૌ ગ્રામજનોની નજર મંડાયેલી છે. આ અંગે જિલ્લા પંચાયતના સદસ્‍ય વિક્રમસિંહ સોલંકીએ જણાવેલ કે પાઇપલાઇન ૪ ફૂટ ઉંડે નાખવાની હોય પરંતુ અહી દોઢ-બે ફૂટ જ નખાતી હોવાથી થોડા સમયમાં તુટવા લાગે અને પાણીની સમસ્‍યા ઠેર ને ઠેર જ રહે એટલે કામ બંધ કરાવી અધિકારીઓને યોગ્‍ય કામ કરવા રજૂઆત કરી છે.

(1:21 PM IST)