<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

નિવૃત પોલીસ કર્મચારી ભોગીલાલ પરમાર અને તેના

પત્‍નિનું વિમાન દુર્ઘટનામાં મૃત્‍યુ થતાં ખારાઘોડામાં ઘેરો શોક

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૪: મૂળ માંડલ તાલુકાના રખીયાણા ગામના ભોગીલાલ પરમાર અને તેમના પત્‍ની હંસાબેન ગુરુવારે અમદાવાદથી લંડન જવા નીકળ્‍યા હતા. હંસાબેનનું પિયર સુરેન્‍દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામમાં છે. અમદાવાદના લાંભા ગામના નિવળત્ત પોલીસકર્મી ભોગીલાલ પરમાર અને તેમના પત્‍ની હંસાબેનનું અમદાવાદથી લંડન જતી ફ્‌લાઈટમાં મોત થયું છે. તેઓ પોતાના પુત્રની પત્‍નીની ડિલેવરી માટે લંડન જઈ રહ્યા હતા.

હંસાબેન પરમારના ભાઈ જીવણભાઈ શંકરભાઇ મકવાણાએ આંખોમાં ઝણઝણીયા સાથે જણાવ્‍યું કે, અમે બે ભાઈઓ અને બે બહેનો છીએ. મારા સગા બહેન હંસાબેનને બે દીકરીઓ અને એક દિકરો છે, બંને દીકરીઓને અમદાવાદ જ પરણાવી છે, અને એમનો દિકરો અને વહુ લંડન રહે છે. એમના દીકરાની વહુને ડીલેવરી આવવાની હોવાથી મારા બેન-બનેવી અમદાવાદથી ગુરુવારે લંડન જવા રવાના થયા હતા. પરંતુ મારા બેન-બનેવીએ લંડન પ્‍લેન યાત્રા જીવનની અંતિમ યાત્રાથી અનંતની વાત પકડી લીધી છે. મારા બનેવી ભોગીલાલ પરમાર નિવળત પોલીસ કર્મચારી હતા. એમનું વતન માંડલ તાલુકાનું રાખીયાણા ગામ છે, અને હાલ તેઓ દસ્‍ક્રોઈ તાલુકાના લાંભા ગામે રહેતા હતા. એમનો દિકરો લંડનથી લાંભા ગામે આવવા નીકળી ગયો છે. મારા બેન હંસાબેન છેલ્લે ત્રણ વર્ષ પહેલા ખારાઘોડા ગામ આવ્‍યા હતા. હાલ હંસાબેન પરમારના પિયર ખારાઘોડા ગામે સગા વહાલાઓ અને પાડોશીઓ ખરખરો કરવા આવી રહ્યાં છે.

(12:33 PM IST)