<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

વિમાન દુર્ઘટનાના મૃતકોને ત્રંબા ખાતે શ્રધ્‍ધાંજલી અપાઇ

 

રાજકોટઃ કસ્‍તુરબાધામ ત્રંબા ખાતે અમદાવાદની વિમાન દૂર્ઘટનામાં નિધન પામેલા રાજ્‍યના પુર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ તમામ મૃતકોને શ્રધ્‍ધાંજલી પાઠવવા સર્વધર્મ પ્રાર્થનાસભા યોજવામાં આવી હતી. જેમાં તમામ હતભાગી મૃતકોના આત્‍માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ત્રંબાથી જી. એન. જાદવના જણાવ્‍યા મુજબ સરપંચ ભાવેશભાઇ પીઠવા, તેમજ પંકજભાઇ નશીત, મુળજીભાઇ ખુંટ, કસ્‍તુરબા આશ્રમના મુકેશભાઇ મકવાણા, મોહનધામના જગદીશભાઇ રંગાણી, શાળાના આચાર્ય, શિક્ષકો, છાત્રો આ શ્રધ્‍ધાંજલી કાર્યક્રમમાં જોડાયા હતાં.

(1:12 PM IST)