<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

પોરબંદરમાં અમદાવાદ વિમાન દુર્ઘટનાના દિવંગતોની આત્માની શાંતિ અર્થે શાંતિ હવનનું આયોજન

પાયોનિયર ક્લબ, લેડીઝ વિંગ અને રેડ ક્રોસ સોસાયટી તાલુકા શાખા દ્વારા ૧૬ જૂને આર્યસમાજ ખાતે શોકાંજલિ અર્પણ કરાશે : પોરબંદરવાસીઓને આહુતિ આપવા ભાવભરી વિનંતી

 

 

પરેશ પારેખ દ્વારા, પોરબંદર, 14 જૂન 2025: તાજેતરમાં અમદાવાદ ખાતે થયેલી કરુણ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા તમામ દિવંગત આત્માઓની શાંતિ માટે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પોરબંદરમાં એક શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોકાંજલિ કાર્યક્રમ પાયોનિયર ક્લબ, પાયોનિયર ક્લબ લેડીઝ વિંગ અને રેડ ક્રોસ સોસાયટી તાલુકા શાખા દ્વારા સંયુક્તપણે યોજાશે.
આ શાંતિ હવન તા. 16 જૂન, 2025 ને સોમવારના રોજ સવારે 9 થી 10:30 કલાક દરમિયાન આર્યસમાજ, પોસ્ટ ઓફિસ રોડ, પોરબંદર ખાતે યોજાશે.
આ ભયાનક દુર્ઘટનામાં આપણે જે સ્વજનો ગુમાવ્યા છે, તેમની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારોને આ આઘાત સહન કરવાની શક્તિ મળે તે માટે આ હવનનું આયોજન કરવામાં આવ્યું છે.
પાયોનિયર ક્લબના પ્રવીણભાઈ ખોરાવા, પાયોનિયર ક્લબ લેડીઝ વિંગના ઉમાબેન ખોરાવા અને રેડ ક્રોસ સોસાયટી તાલુકા શાખાના રામદેભાઈ મોઢવાડીયા દ્વારા તમામ પોરબંદરવાસીઓને આ પવિત્ર હવનમાં આહુતિ આપવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી છે. આ દુઃખની ઘડીમાં સૌ સાથે મળીને દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પી શકે તે માટે આ કાર્યક્રમનું વિશેષ મહત્ત્વ છે.

(1:16 PM IST)