<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

ભાડુ લઈને રાજસ્‍થાનથી આવેલા ચાલકે જુનાગઢમાં પાર્ક કરેલા ચાર

ટ્રકમાંથી ટાયર, બેટરી ચોરી લઈ પોતાના ટ્રકની નંબરપ્‍લેટ પણ ફેરવી નાખી

જુનાગઢ, તા.૧૪: બી પોલીસ સ્‍ટેશન ક-૩૦૩(૨) ના કામે ફરીયાદી તથા સાહેદોના ચાર ટ્રકમાંથી વ્‍હીલ પ્‍લેટ સહીતના ટાયરો નંગ-૭ તથા એક બેટ્રીની ચોરી થયેલ અંગે અનડીટેક્‍ટ ગુન્‍હો દાખલ થયેલ હોય જે ગુનાના કામે બી ડીવીજન પોલિસ સ્‍ટેશનના ગુના નિવારણ શાખાના સ્‍ટાફ બનવવાળી જગ્‍યાના સ્‍થાનીક સી.સી.ટી.વી. કેમેરાઓ તથા નેત્રમ શાખાના સી.સી.ટી.વી. ફુટેજ આધારે તપાસમાં હતા દરમ્‍યાન હકીકત મળેલ કે સદરહુ ચોરીમાં રાજસ્‍થાના ટ્રક નં-RJ-27-CG-2212 વાળા બે ઇસમો સંડોવાયેલ છે જેઓએ ટાયર ચોરી કરવા માટે પોતાના ટ્રકમાં ડુબ્‍લીકેટ નંબર પ્‍લેટ જેના નંબર RJ-10-GA-7477 ની ટ્રકમાં લગાવી ચોરી કરેલ ની હકીકત આધારે સદર ચોરીમાં સંડોવાયેલ રાજસ્‍થાનના બે ઇસમોને ચોરીના મુદામાલ સહીત પોતાના ટ્રક સાથે હસ્‍તગત કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.તેમજ ચોર ઇસમોએ પોલીસને ચકમો આપવા પોતાના ટૂંક માં ખોટી ડુબ્‍લીકેટ નંબર પ્‍લેટ લગાડેલ હોય જે અંગે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીઓ (૧) સેતાના રામ સ/ઓ ખુશાલા રામ હડમાના રામ, માળી ઉ.વ.૩૭ (૨) લાદુસીંહ સ/ઓ કોઝસિંહ મંગળસિંહ, રાજપુત ઉ.વ.૫૦ રહે. બાલેસર જી. જોધપુર રાજસ્‍થાન પાસેથી કબ્‍જે કરેલ મુદામાલઃ (૧) વ્‍હીલ પ્‍લેટ સહિતના ટાયરો નંગ-૭ કિ. રૂ.૨,૧૦,૦૦૦/ (૨) ટ્રકની બેટ્રી નંગ-૦૧ કિ.રૂ.૭,૦૦૦/ (૩) ટાયરના નટ ખોલવા માટેનુ મશીન નંગ-૦૧ કિ.રૂ.૩૦૦૦/ (૪) ટાયરો ટ્રકમાં ચડાવવા માટે લોખંડનું પાટીયુ નંગ-૦૧ કિ.રૂ.૫૦૦/ (૫) ટ્રક નં-RJ-27-CG-2212 કિ. રૂ.૧૦,૦૦,૦૦૦/કુલ મુદામાલ કિ.રૂ-૧૨,૨૦,૫૦૦/ નો છે.

આ રાજસ્‍થાનના ટ્રક ચાલક ભાડુ લઇ જુનાગઢ આવેલ અને ટાયરોની ચોરી કરવા માટે અને પોલીસને ચકમો આપવા પોતાના ટ્રકમાં ડુપ્‍લીકેટ નંબર પ્‍લેટ ફીટ કરી આજુબાજુમાં પાર્ક કરેલ ટ્રકોમાં ફીટ કરેલ નવા ટાયરોના નટ-બોલ મશીનથી ખોલી વ્‍હીલ પ્‍લેટ સહીતના ટાયરોની ચોરી કરી પોતાના ટ્રકમાં ભરી જુનાગઢની બહાર નીકળી પોતાના ટ્રકમાં ફીટ કરેલ ડુબ્‍લીકેટ નંબર પ્‍લેટ કાઢી નાખેલ હતી પરંતુ જુનાગઢ બી ડીવીજન પોલીસ સ્‍ટાફની સુઝબુઝ થી તમામ સીસીટીવી ફુટેજનો જીણવરભરી નજરે અભ્‍યાસ કરી સદરહુ ટકના મોરામાં લખેલ નામ તથા ડીઝાઇન ઉપરથી સદરહુ ટકને ઓળખી ચોરીના મુદામાલ સાથે પકડી પાડેલ છે.

આ કામગીરી જુનાગઢ બી ડીવિઝન પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ. એ.બી ગોહીલ સાહેબની સુચના મુજબ પો.સબ.ઇન્‍સ એસ.એ.સાંગાણી તથા નેત્રમ શાખાના પો.સબ.ઇન્‍સ પી.એચ.મશરૂ તથા પો.હે.કો. પરેશભાઇ હણ તથા કૈલાશભાઇ જોગીયા તથા રવિન્‍દ્રભાઈ વોક તથા જાદવભાઇ સુવા તથા જેઠાભાઈ કોડીયાતર તથા કરશનભાઇ ભારાઇ તથા મુકેશભાઇ મગનભાઇ મકવાણા તથા પ્રવીણભાઇ બાબરીયા તથા ભુપતભાઈ ધુળા તથા નેત્રમ શાખાના પો.કોન્‍સ નરેનદ્રભાઇ દયાતર તથા ભાવિશાબેન સીસોદીયા તથા મીતલબેન ડાંગર મળીને કરેલ છે.

(2:13 PM IST)