તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 14th June 2025
જામનગર જિલ્લાના કાલાવડમાં વકીલ ઇમ્તીયાઝ દોઢીયા ની હત્યાના આરોપી વૈભવ ચાવડા અને યોગેશ ઉર્ફે લાલો પરમારને હાપા રોડ પરથી પકડી લેતી એલસીબી
આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમોને કાર્યરત કરવામાં આવેલ હતી : ઇમ્તીયાઝનુ આરોપી વૈભવની પત્નિ ઉપર ખરાબ નજર નાખવા બાબતે અગાઉના મનદુઃખના કારણે ખૂન થયું

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૧૪ : જામનગર જિલ્લાના કાલાવડમાં વકીલ ઇમ્તીયાઝ દોઢીયા ની હત્યાના આરોપી વૈભવ ચાવડા અને યોગેશ ઉર્ફે લાલો પરમારને હાપા રોડ પરથી જામનગર એલસીબી પોલીસ ટીમે ઝડપી લીધેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે ફરીયાદી આરીફભાઇ કેસરભાઈ દોઢીયા રહે. કાલાવડ વાળા એ ફરીયાદ જાહેર કરેલ તેમાં એડવોકેટ ઇમ્તીયાઝ કેસર દોઢીયા નુ રાત્રીના ધર પાસે આરોપી યોગેશ પરમાર તથા વૈભવ ચાવડા નાઓએ તીક્ષણ હથિયાર થી ખૂન કરેલ છે. આ બનાવનું કારણ ફરીયાદીના ભાઇ મરણજનાર ઇમ્તીયાઝ ને આરોપી વૈભવની પત્નિ ઉપર ખરાબ નજર નાખવા બાબતે અગાઉ ના મન દુઃખ ના કારણે ખૂન કરેલ નુ ફરીયાદમાં જાહેર કરેલ છે.
શ્રી પોલીસ માનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમાર (IPS) નાઓએ કાલાવડ ના એડવોકેટ ખૂન કેસના આરોપીને પકડી પાડવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) નાઓ એ સુચના કરેલ હોય. જેથી જામનગર ગ્રમ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.બી.દેવધા નાઓના સુપરવિઝન હેઠળ જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ શ્રી વી. એમ.લગારીયા તથા પો.સ.ઈ.શ્રી.પી.એન. મોરી તથા પો.સ.ઈ.શ્રી સી.એમ કાંટેલીયા તથા સ્ટાફના માણસો તથા કાલાવડ ટાઉન પો.ઇન્સ. એન.વી.આંબલીયા તથા સ્ટાફ ધ્વારા આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો ને કાર્યરત કરવામાં આવેલ હતી.
આ દરમ્યાન એલ.સી.બી. પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના કે.સી. જાડેજા, અરજણભાઇ કોડીયાતર, ભયપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુમીતભાઇ શીયાર, કિશોરભાઇ પરમાર, મયુદીનભાઇ સૈયદ,અજયભાઇ વીરડા નાઓ ની અલગ અલગ ટીમો બનાવી આરોપી પકડી પાડવા કાર્યરત હતા દરમ્યાન આ ગુનાના આરોપી હાપા મેઇન રોડ મામા સાહેબના મંદિર પાસે હોવાની બાતમી એલ.સી.બી. પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના ભયપાલસિંહ જાડેજા, સુમીતભાઇ શીયાર, અજયભાઇ વીરડા નાઓને મળેલ હોય જે બાતમી આધારે આરોપી (૧) યોગેશ ઉર્ફે લાલો ભીખુભાઈ પરમાર (૨) વૈભવ ભરતભાઇ ચાવડા રહે.બન્ને કાલાવડ મેઇન બજાર વાળા ને પકડી પાડી હસ્તગત કરવામાં આવેલ છે.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
