<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

ધ્રોલ પોલીસ સ્ટેશનના 2 તથા રાજકોટ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના 1 ગુન્હામાં ફરાર આરોપી નિલેશ ગડારા ઝડપાયો..

३.58,57,000 છેતરપિંડી અને વિશ્વાસઘાતનાં ગુન્હામાં છેલ્લા 8 વર્ષથી નામ બદલી નાસતો ફરતા આરોપીને ધ્રોલ પોલીસે ભુજથી ઝડપ્યો

સંજય ડાંગર ધ્રોલ:-  :   ધ્રોલ પો.સ્ટે.ના પોલીસ હેડ કોન્સ રાજેશભાઇ કે.મકવાણા તથા કે.ડી.કામરીયા તથા પો.કોન્સ. રઘુવીરસિંહ ચંદુભા જાડેજા તથા કરણભાઇ નારણભાઇ શીયારનાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, ધ્રોલ પો.સ્ટે. ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં-૦૦૩૪/૨૦૧૭ તથા ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં.-૦૦૩૫/૨૦૧૭ તથા રાજકોટ શહેર સીટી એ ડીવી. પો.સ્ટે. ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં.-૦૧૩૭/૨૦૧૭ મુજબના છેતરપીડી તથા વિશ્વાસઘાતના ગુન્હાઓનો આરોપી નીલેશભાઇ દેવરાજભાઈ ગડારા રહે-ધ્રોલ વાળો છેલ્લા ૮ વર્ષથી નાસતો-ફરતો હોય,અને મુંબઇ તથા મધ્યપ્રદેશ ખાતે પોતાનુ નામ રાજુ પટેલ તરીકે ઓળખ આપી અલગ-અલગ ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવિંગ તથા મજુરી કામ કરી રહે છે અને હાલ ભુજ શહેર ખાતે આવેલ છે, તેવી હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સના આધારે હકીકત મળેલ જેથી સદરહુ બાતમીવાળી જગ્યાએ ભુજ શહેર જતા ત્યાં સ્ટેશન રોડ ઇલાર્ક હોટલ જૈન ભવન પાસેથી નિચે લખેલ આરોપી મળી આવતા આરોપીને ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી આરોપી સામે ધોરણસર કાર્યવાહિ કરેલ છે.     

આરોપીનું નામ

 

(૧) નીલેશભાઇ દેવરાજભાઈ ગડારા ઉ.વ.૪૬ રહે-વીજાનંદ સોસાયટી ખારવા રોડ, ધ્રોલ તા.ધ્રોલ જી.જામનગર

 

આરોપી વિરૂધ્ધના ગુન્હા

 

(૧) ધ્રોલ પો.સ્ટે. ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં-૦૦૩૪/૨૦૧૭ ઇ.પી.કો. કલમ-૪૦૬,૪૨૦,૧૨૦(બી), ૧૧૪

 

(૨) ધ્રોલ પો.સ્ટે. ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં.-૦૦૩૫/૨૦૧૭ ઇ.પી.કો. કલમ-૪૦૬,૪૨૦,૧૨૦(બી), ૧૧૪

 

(૩) રાજકોટ શહેર સીટી એ ડીવી. પો.સ્ટે. ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં-૦૧૩૭/૨૦૧૭ ઇ.પી.કો. કલમ-૪૦૬,૪૨૦          

 આ કામગીરી ધ્રોલ પો.સ્ટે. ના પો.ઇન્સ.એચ. વી રાઠોડ સા. તથા પો.હેડ કોન્સ. રાજેશભાઇ કે. મકવાણા તથા પો.હેડ. કોન્સ કલ્પેશભાઈ ડી.કામરીયા તથા પો.કોન્સ. રઘુવિરસિંહ ચંદુભા જાડેજા તથા કરણભાઇ નારણભાઇ શીયાર નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

 

સંજય ડાંગર ધ્રોલ

(4:23 PM IST)