News of Saturday, 14th June 2025
ભાવનગરમાં વાહન ચોરીના આરોપી દર્શન ભેસલાને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
બાતમીના આધારે વિઠ્ઠલવાડી નિર્મળનગર રોડ પર ઉભેલા આરોપીને પકડી લેવાયો:પૂછપરછમાં વાહન ચોરીના ગુન્હાઓમાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું

ભાવનગર : ભાવનગરમાંથી વાહન ચોરીના આરોપી દર્શન ભેસલાને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે
મળતી વિગતો અનુસાર તા.૧૪/૦૬/૨૦૨૫ના રોજ ભાવનગર, લોકલ ક્રાઇમબ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસો નાસતા ફરતા આરોપીઓ પકડવાની કામગીરીમાં હતાં.
દરમ્યાન બાતમી મળેલ કે,ભાવનગર શહેર, નિલમબાગ પોલીસ સ્ટેશન તથા ભરતનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ વાહન ચોરીઓના ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપી દર્શન ભેસલા (રહે.મુખ્ય મંત્રી આવાસ યોજના, ફુલસર, ભાવનગરવાળા ભાવનગર) , વિઠ્ઠલવાડી-નિર્મળનગર રોડ ઉપર ઉભો છે
.જે બાતમી આધારે તપાસ કરતાં આરોપી દર્શન કાળુભાઇ ભેસલા (ઉ.વ.૨૧) ધંધો-જનરેટર રીપેરીંગ (રહે.રૂમ નંબર-૩૦૯, ત્રીજા માળે, સી વીંગ, મુખ્ય મંત્રી આવાસ યોજના, ટ્રેકટરના ગેરેજવાળા ખાંચામાં, ફુલસર, ભાવનગર) નાં પકડવાના બાકી આરોપી હાજર મળી આવતાં તેની પુછપરછકરતાં વાહન ચોરીઓના ગુન્હાઓમાં પકડવાના બાકી હોવાનુ જણાવેલ.જેથી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે. આ અંગે ભરતનગર પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવામાં આવેલ છે.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
