News of Saturday, 14th June 2025
અસામાજીક તત્વ વિરૂદ્ધ પાસાનું શસ્ત્ર ઉગામતી એલસીબી દેવભૂમિ દ્વારકા: સચીનગીરી ગોસ્વામીને પાલાર ખાસ જેલ ભુજ ખાતે મોકલવા તજવીજ
માથાભારે ઇસમોની અસામાજિક પ્રવૃતિ ઉપર અંકુશ મેળવવા પાસાની દરખાસ્ત

( કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળિયા : રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયનાઓએ કાયદો વ્યવસ્થા સુદ્રઢ બનાવવાના હેતુસર માથાભારે શખ્શો તેમજ દારૂ- જુગારના બુટલેગરો વિરૂદ્ધ કડક પગલાઓ લેવા સબબ કરેલ સુચના અનુસાર એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહિલનાઓની રાહબરી હેઠળ પો.સ.ઇ.બી.એમ.દેવમુરારી નાઓ દ્વારા નીચે જણાવેલ માથાભારે આરોપીના ગુન્હાહીત ઇતિહાસ અંગેની સંપૂર્ણ માહીતી એકત્રિત કરી અસરકારકતા પૂર્વકની પાસા દરખાસ્ત તૈયાર કરી વિધિવત રીતેની દરખાસ્ત મોકલી આપવામાં આવેલ.
જે આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર રાજેશ એમ.તન્ના નાઓએ માથાભારે ઇસમોની અસામાજિક પ્રવૃતિ ઉપર અંકુશ મેળવવા, તેમજ સમાજના લોકો મુકતરીતે શાંતિમય વાતાવરણમાં પોતાનુ જીવન સારી રીતે વ્યતિત કરી શકે, તેવો હકારાત્મક અને કડકાયી અભિગમ અપનાવી ત્વરિત નિર્ણય લઇ સદરહું ઇસમની પાસા દરખાસ્ત મંજુર કરી અટકાયત વોરંટ ઈશ્યુ કરતા પો.સ.ઇ.બી.એમ.દેવમુરારી તથા ટીમના માણસો દ્વારા મજકુરને રાઉન્ડ અપ કરી, પાસા એકટ ૧૯૮૫ હેઠળ ઇશ્યુ કરવામાં આવેલ વોરંટની બજવણી કરી પાલાર ખાસ જેલ, ભૂજ-કચ્છ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.
પાસા અટકાયતી સચીનગીરી ઈશ્વરગીરી ગૌસ્વામી (બાવાજી) ( ઉવ-૨૪)( રહે, બરછા પાડો, ખંભાળીયા શહેર, જિ. દેવભૂમિ દ્વારકા) ને વોરંટની બજવણી કરી પાલાર ખાસ જેલ, ભૂજ-કચ્છ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.
આ સમગ્ર કાર્યવાહી LCB PI કે.કે.ગોહિલ, PSI બી.એમ.દેવમુરારી, એસ.એસ.ચૌહાણ, વી.એન.શીંગરખીયા, એસ.વી. કાંબલીયા. ASI સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, HC ગોવિંદભાઇ કરમુર, સહદેવસીહ જાડેજા, PC સચીનભાઇ નકુમ, કિરપાલસિંહ ચૌહાણ, ખંભાળીયા પોલીસ સ્ટેશનના PC યોગરાજસીહ ઝાલા, તેમજ કલેક્ટર કચેરી, દેવભૂમિ દ્વારકાના ડે.મામલતદાર નિલેષભાઇ કરમુર અને ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
