<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

જસદણ, આટકોટ, વીરનગર, જસાપર, લોધિકા, પાંચવડા સાણથલી વિસ્તારોમાં મેઘગર્જના સાથે ધોધમાર વરસાદ

ભારે વરસાદને પગલે જસદણ શહેરના અનેક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા

રાજકોટના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.સાંજે વાતાવરણમાં પલટો આવતા આકાશમાં વાદળોની જોરદાર ગડગડાટી વચ્ચે જસદણ, આટકોટ, વીરનગર, જસાપર, લોધિકા, પાંચવડા, સાણથલી વિસ્તારોમાં મેઘગર્જના સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ભારે વરસાદને પગલે જસદણ શહેરના અનેક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

     હવામાન વિભાગે રાજ્યમાં આગામી 19 જૂન સુધી મેઘગર્જના સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના 15થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે  

(9:26 PM IST)