<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

મોરબીના ઘૂટું ગામ નજીક રોડ ક્રોસ કરતા છવર્ષના માસૂમનું બોલેરોની ઠોકરે મોત.

ગંભીર ઈજા પહોંચતા રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો જ્યાં સારવારમાં બાળકનું મોત થયું

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના ઘૂટું ગામ નજીક બાળક રોડ ક્રોસ કરતો હતો ત્યારે બોલેરો ચાલકે ઠોકર મારી હતી જે અકસ્માતમાં બાળકને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી બોલેરો લઈને ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

મોરબીના ઘૂટું ગામે રહેતા સજનબેન જયસુખભાઈ બાવરવાએ આરોપી બોલેરો જીજે ૩૬ વી ૨૬૬૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે બોલેરો ચાલકે ઉંચી માંડલ ગામથી ઘૂટું જતા રોડ પર પુરઝડપે બોલેરો ચલાવી ફરિયાદીનો દીકરો પૃથ્વીરાજ (ઉ.વ.૦૬) વાળો રોડ ક્રોસ કરતો હતો જેને ઠોકર મારતા ગંભીર ઈજા પહોંચતા રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો જ્યાં સારવારમાં બાળકનું મોત થયું હતું બાળકને ઈજા પહોંચાડી બોલેરો ચાલક વાહન લઈને નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.


 

(10:08 PM IST)