News of Saturday, 14th June 2025
વાંકાનેરમાં ખનીજ સુપરવાઈઝરે ઝડપી લીધેલ ખનીજ ભરેલ ડમ્પર આરોપીઓ ધમકી આપી લઇ ગયા.
ડમ્પર ચાલક, કાર ચાલક અને અજાણ્યા ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : વાંકાનેર સીટી પોલીસ લાઈન પાછળથી ખનીજ વિભાગના સુપરવાઈઝર દ્વારા ખનીજ ચોરી કરતા ડમ્પરને ઝડપી લેવામાં આવ્યું હતું અને કાયદેસર કાર્યવાહી કરતા હોય ત્યારે ડમ્પર ચાલક, કાર ચાલક અને અજાણ્યા ઇસમેં સિક્યુરીટી ગાર્ડને ધમકી આપી ડમ્પર લઇ ગયાની ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના રહેવાસી વીરપાલસિંહ સતુભા જાડેજાએ આરોપી ડમ્પર જીજે ૦૩ સીયુ ૦૦૧૮ ના ચાલક, ફોર્ચ્યુંન્ર કાર જીજે ૦૩ કેએચ ૮૩૯૦ ચાલક અને કાર ચાલક સાથે આવેલ અજાણ્યા શખ્શ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ફરિયાદી મોરબી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતામાં માઈન્સ સુપરવાઈઝર તરીકે નોકરી કરતા હોય અને આરોપી ડમ્પર ચાલકે ગેરકાયદે સાદી રેતી ખનીજ રોયલ્ટી પાસ વગર પરિવહન કરતા પકડાયો હતો.
જેથી કાર્યવાહી કરવા વાંકાનેર સીટી પોલીસ લાઈન પાછળ ગ્રાઉન્ડમાં રાખી સિક્યુરીટી ગાર્ડ રાખી અન્ય કાર્યવાહી કરવા માઈન્સ સુપરવાઈઝર ગયા હતા ત્યારે કાર ચાલક અને અજાણ્યો ઇસમ આવીને સિક્યુરીટી ગાર્ડ સાથે બોલાચાલી ઝઘડો કરી ગાળો આપી હતી અને લોખંડ પાઈપ બતાવી જાનથી મારી નાખ્વ્નાઈ ધમકી આપી આરોપીઓ ડમ્પર બળજબરીથી લઇ ગયા
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
