<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

ખંભાળીયામાં છાંટા પડયાઃ ગ્રામ વિસ્‍તારોમાં ૩ થી ૪ ઇંચ વરસ્‍યો

ચોમાસાના પ્રથમ વરસાદથી સર્વત્ર પાણી-પાણીઃ ખેતરો પાણીથી તરબોળ-ચેક ડેમ છલકાયા

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૬ :.. ખંભાળીયા શહેરમાં ઘણા સમયથી ગરમી અને બફારોની સ્‍થિતિ વચ્‍ચે ગઇકાલે આકાશ વાદળોથી છવાયેલું હતું પરંતુ ખંભાળીયામાં સવારે છાંટા જ પડયા હતા જયારે નજીકના ગામોમાં ૩ થી ૪ ઇંચ ભારે વરસાદ પડયો હતો.

ખંભાળીયા તાલુકાના પોરબંદર તથા ભાણવડ રોડ પરના કેટલાક ગામોમાં સતત બે કલાક અત્‍યંત ભારે વરસાદ પડતા ત્રણ થી ચાર ઇંચ સુધીનો વરસાદ પડતા સર્વત્ર પાણી - પાણી થઇ ગયું હતું. ભાડથર, લાલુકા, લાલપરડા, ભાણવડ રોડના મોટી ખોખરી, તાણ ખોખરી, કોટ સહિતના ગામોમાં પણ ૩ થી ૪ ઇંચ સારો વરસાદ પડયો હતો.

ભારે વરસાદના પગલે વાવણી માટે તૈયાર ખાલી ખેતરો પાણીથી તરબોળ થઇ છલકાઇ ગયા હતા તો અનેક સ્‍થળે ખેતરોમાંથી પાણી વહેતા થઇ ગયા હતા તો અનેક તળાવોમાં નવા પાણીની આવક સાથે અનેક ચેકડેપો પણ છલકાઇ ગયા હતાં.

વરસાદની આગાહીના પગલે વાવણી લાયક આવો વરસાદ થતાં ખેડૂતો દ્વારા વાવણીની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. એકાદ માસ પહેલા ચાર ઇંચ વરસાદ માવઠાનો પડયો હતો. (પ-૯)

(11:25 AM IST)