તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th June 2025
મોટી ગોપના SRP જવાન લોકરક્ષકની પરિક્ષા આપવા જતા'તા પોલીસમેનની જ કાર હડફેટે ચડી ગયાઃ અરેરાટી

જામજોધપુર, તા.૧૬: તાલુકાના મોટી ગોપ ગામના વતની અને હાલ જામનગર નજીક ચેલામાં એસઆરપી કેમ્પ માં ફરજ બજાવતા રાહુલ મનસુખભાઈ કણેત (ઉંમર વર્ષ ૩૦) કે જેઓ મોટી ગોપ ગામથી બાઈક પર બેસીને રાજકોટમાં યોજાનારી લોકરક્ષક ની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા, જે દરમિયાન સમાણાં ગામ પાસે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી જીજે ૧૦ ડી.આર.૯૨૧૨ નંબરની કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં એસઆરપીના જવાન બાઈક સવાર રાહુલભાઈ મનસુખભાઈ કણેતને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં નાની મોટી ઈજા થઈ હતી અને તેઓનું કરુણ મળત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવ અંગે મળતકના પિતા મોટી ગોપ ગામમાં ખેતી કામ કરતા મનસુખભાઈ સાજણભાઈ કણેતે શેઠવડાળા પોલીસમાં કારના ચાલક જે જામ જોધપુર પોલીસમાં ફરજ બજાવતા માનસંગભાઈ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસ ઇન્સ્પેક્ટર વી એસ પટેલ તેઓની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને એસઆરપી ના જવાનના મળતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.
મળતક એસઆરપીના જવાન રાહુલ કે જેઓ ત્રણ વર્ષથી એસઆરપીમાં ફરજ બજાવે છે, પરંતુ લોકરક્ષકની પરીક્ષા આપવી હોવાથી તેઓએ મંજૂરી મેળવીને રાજકોટમાં યોજાનારી પરીક્ષા આપવા માટે ગઈકાલે સાંજે પોતાના બાઈક પર બેસીને રાજકોટ જઈ રહ્યા હતા, જે દરમિયાન માર્ગમાં આ અકસ્માત નડ્યો હતો. જે અકસ્માતને લઈને મળતકના પરિવારમાં ભારે કરૂણાંતીકા છવાઇ છે.
રાહુલભાઈના પત્ની હિરલબેન તેમજ તેની બે વર્ષની પુત્રી દિયા કે જેણે પિતાનું છત્ર ગુમાવ્યું છે. તેઓએ હૈયાફાટ રૂદન કર્યું હતું, અને સમગ્ર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
