News of Monday, 16th June 2025
સૂદામા સેતુના નવીનીકરણ માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણયઃ ૧૪.૧૧ કરોડના ખર્ચે કામ શરૂ થશે

(આલાપ ભરતભાઈ બારાઈ દ્વારા) ઓખા, તા.૧૬: દ્વારકા યાત્રાધામમાં આવેલા ભગવાન દ્વારકાધીશના જગતમંદિર પછી મુખ્ય પ્રવાસન આકર્ષણ તરીકે ગણાતો સૂદામા સેતુ ફરી operational બનવા જઈ રહ્યો છે. રાજ્ય સરકારે સૂદામા સેતુના નવીનીકરણ માટે રૂપિયા ૧૪.૧૧ કરોડના ખર્ચની મંજૂરી આપી છે.
સપ્ટેમ્બર ૨૦૨૨માં મોરબીના કેબલ બ્રિજ ધરાશાયી થયા બાદ સુરક્ષાની દ્રષ્ટીએ રાજ્ય સરકારે તાત્કાલિક પગલું ભરતાં સૂદામા સેતુ મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. તે સમયથી ભાવિકો અને પ્રવાસીઓ વચ્ચે પુનઃ ખુલવાની અપેક્ષા હતી.
દ્વારકા યાત્રાધામમાં પંચકુઈ સાથે જોડાણ આપતો આ કેબલ બ્રિજ તંત્ર દ્વારા હવે ફરીથી નવી ટેકનિકલ વિધિ દ્વારા મજબૂત બનાવાશે. રાજ્ય સરકારે તેની માટે રૂ.૧૪.૧૧ કરોડનો ફાળવેલ ખર્ચ મંજૂર કર્યો છે. ટૂંક સમયમાં ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરીને નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવશે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
