News of Monday, 16th June 2025
વિમાન દુર્ઘટનામાં ઘાયલ મેડિકલના વિદ્યાર્થી ભાવનગરના શિવદીપસિંહની કેન્દ્રીય મંત્રીએ મુલાકાત લીધી

ભાવનગર તા.૧૬: અમદાવાદ ખાતે દુર્ભાગ્ય પૂર્ણ વિમાન દુર્ઘટના બનવા પામેલ, જેમાં સરવાળ ગામના કાળિયાબીડમાં રહેતા મેડિકલના વિદ્યાર્થી શિવદીપસિંહ પ્રવિણસિંહ ઝાલા કોલેજ કેમ્પસની હોસ્ટેલ મેસમાં બપોરનુ ભોજન લેતા સમયે ઇજાગ્રસ્ત થતાં ગ્રાહક બાબતો, અન્ન, નાગરિક પુરવઠા અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા તથા ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહે તેમના નિવાસસ્થાને મુલાકાત કરીને તેમના ખબર અંતર પુછીને દુર્ઘટના વિશે માહીતી મેળવીને ઝડપથી સાજા થવાની શુભકામનાઓ પાઠવી હતી, જેમાં તેમની સાથે મેયર ભરતભાઈ બારડ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, વોર્ડ પ્રમુખો - મહામંત્રીઓ તેમજ વોર્ડના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.(૯.૮)
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
