News of Monday, 16th June 2025
પાવી જેતપુરમાં ખેતરમાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત : એક યુવક ગંભીર
કોલિયારી ગામે એક ખેતરમાં કડાકા ધડાકા સાથે વીજળી પડતા ઉંચાપાન ગામેથી કામ અર્થે આવેલા 22 વર્ષીય રાઠવા સંજયભાઈ આપસિંગભાઈનું કરુણ મોત થયું

પાવીજેતપુર તાલુકાના કોલીયારી ગામે એક ખેતરમાં વીજળી પડતા એક વ્યક્તિનું ઘટના સ્થળ ઉપર કરુણ મોત થયું હતું. જ્યારે એક વ્યક્તિ ગંભીર ઈજા થતાં વધુ સારવાર માટે પાવીજેતપુર દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા
પાવીજેતપુર તાલુકામાં વાતાવરણમાં પલટો આવી વીજળીના કડાકા ધડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. એકાએક કોલિયારી ગામે એક ખેતરમાં કડાકા ધડાકા સાથે વીજળી પડતા ઉંચાપાન ગામેથી કામ અર્થે આવેલા 22 વર્ષીય રાઠવા સંજયભાઈ આપસિંગભાઈનું કરુણ મોત થયું હતું. જ્યારે કોલીયારીના 25 વર્ષીય રાઠવા અંકુશભાઈ માનસિંગભાઈને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક વધુ સારવાર માટે પાવીજેતપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. પાવીજેતપુર તાલુકાના કોલીયારી ગામે એક ખેતરમાં વીજળી પડતા એકનું મોત થયું છે તેમજ એક ઈસમ ગંભીર થઈ જવા પામ્યો છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
