News of Monday, 16th June 2025
આજે સવારથી ભાવનગર-અમરેલી જીલ્લામાં મેઘમહેરઃ પ્રથમ સારા વરસાદથી હરખ
ચોમમાસાનો માહોલ યથાવતઃ શનીવારથી શરૂ થયેલ વરસાદ આજે પણ યથાવત

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા. ૧૬ :.. સોમવારે વહેલી સવારથી ભાવનગર અને અમરેલી વિસ્તારમાં મેઘ મહેર શરૂ થઇ છે. સિહોર-જેસર-મોરચુપાણા, શનાળા, બગદાણા, સાવરકુંડલા, મેકકા, રાજુલા, દાતરડી સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે.
રવિવારે રજામાં મજા આપતા મેધરાજા મન મૂકીને વાવણી લાયક વરસી પડ્યા હતાં. ગુજરાતના ઘણા જિલ્લામાં રવિવારે વરસાદી વાતાવરણ રહું જેમાં જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢના પત્રાપસર ધંધુસર વિસાવદરના ભૂતડી, બગુડા, મેંદરડા, દાતાણા, વાલા, સીમડી, અમરેલીના શહેર ઉપરાંત ખાંભા, ભાડ, વાંકિયા ,ધારી, ડાભાળા, લાસા, ગીર તાતણીયા, સાવરકુંડલા અભરામપરા, ભાવનગરના મહુવા, ભગુડા, તળાજા, જૂની સાપરી, ઘોઘા પાનીયાળા, પોરબંદરના રાણા કંડોળના ઉપરાંત કોડીનાર, માંગરોળ, જખવાવ, દ્વારકાના, ભાણવડ, શિવા, બનાસકાંઠા, અમીરગઢ, વિરમપુર, આણંદ, સહિતના વિસ્તારોમાં રવિવારે સવારે વહેલા સારો એવો વરસાદ વરસ્યો છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
