<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

જામકંડોરણામાં વિજયભાઇ રૂપાણીને શ્રધ્‍ધાસુમન અર્પણ

 

(મનસુખભાઇ બાલધા દ્વારા) ગુજરાત રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઇ રૂપાણીનું અમદાવાદ પ્‍લેન ક્રેશ દુર્ધટનામાં નિધન થતા જામકંડોરણામાં ગૌવંશ પાંજરાપોળ ખાતે તેમને શ્રધ્‍ધાસુમન અર્પણ કરવામાં આવ્‍યા હતા. સ્‍વ. વિજયભાઇ રૂપાણીએ વિધાનસભામાં ગૌવંશ હત્‍યા પ્રતિબંધક ધારો પસાર કરાવ્‍યો હતો તેમજ તેમના ગુજરાત સૌરાષ્‍ટ્ર માટે કરેલ અનેક કાર્યોને યાદ કરી શ્રધ્‍ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ શ્રધ્‍ધાસુમન અર્પણ કરતી વેળાએ ગૌવંશ પાંજરાપોળના ટ્રસ્‍ટીશ્રીઓ, યાર્ડના હોદેદારો, તાલુકા ભાજપના હોદેદારો, વેપારી અગ્રણીઓ કાર્યકરોએ હાજર રહી મૌન પાળી સ્‍વ. વિજયભાઇ રૂપાણીને શ્રધ્‍ધાંજલી અર્પી હતી

(12:09 PM IST)