News of Monday, 16th June 2025
મુન્દ્રા પાસે નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જવાથી મોત
દસ દિવસમાં ત્રીજી ઘટના, કેનાલમાં જવાની ના છતાંય લોકો જાય છે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૬: કચ્છના મુન્દ્રાના સિરાચા ગામ પાસે નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા ૨૬ વર્ષીય યુવાન લાલીયા નાનાજી રાઠવા (મૂળ ગામ છોટા ઉદેપુર) નું અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. નર્મદા કેનાલમાં પાણી વહેતું કરતી વખતે તંત્ર દ્વારા વારંવાર સૂચના અપાય છે કે કેનાલ પાસે જવું નહીં. પરંતુ લોકો હાથ મોઢું ધોવા કે ન્હાવા પડે છે અને જીવ ગુમાવે છે. કચ્છમાં દસ દિવસમાં આવી ત્રીજી ઘટના છે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
