News of Monday, 16th June 2025
કચ્છમાં ટ્રાફીક જામમાં મહિલાઓ ગરબે ઘુમી

ભુજ તા. ૧૬: કચ્છને સૌરાષ્ટ્ર અને ગુજરાત સાથે જોડતા હાઇવે ઉપર આજે જબ્બર ટ્રાફિક જામ સર્જાયો હતો. હાઇવેના ચાલતા કામ દરમ્યાન ટ્રાફિક નિયમનના અને ડાયવર્ઝનના અભાવે અવાર નવાર કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે. જેની અસર એમ્બ્યુલન્સ તેમજ અમદાવાદ રાજકોટ ફલાઇટ પકડતા પ્રવાસીઓને થાય છે. આજે પણ સેંકડો વાહનો કલાકો સુધી અટવાયા હતા. ત્યારે ટ્રાફિક જામની સમસ્યાથી કંટાળીને ગરબે ઘૂમતી બહેનોના આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. આશા રાખીએ કે હવે તંત્રની ઊંઘ ઉડશે. (તસ્વીર-અહેવાલઃ વિનોદ ગાલા-ભુજ)
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
