<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

સાવરકુંડલાના મઢડાની સીમમાં પુત્રવધુ સાથે આડાસંબંધમાં યુવકની હત્‍યા કરનારાઃ ૯ની શોધખોળ

પરસોતમ (છન્‍નાભાઇ) જેરામભાઇ ગોહિલની હત્‍યાથી સનસનાટીઃ પાઇપ, લાકડી, પટ્ટાનો પાર મારીને મોતને ઘાટ ઉતાર્યા

 (અરવિંદ નિર્મળ દ્વારા ) અમરેલીઃ  તા. ૧૬ :.. સાવરકુંડલાના મઢડા ની સીમમાં ખેતરમાં કામ કરતી પુત્ર વધુ સાથે આડા સંબંધ રાખનાર યુવાનની નવ શખશો એ હત્‍યા કરતા સન સનાટી મચી  જવા પામી હતી  આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, સાવરકુંડલાના મઢડા ગામે જીવાભાઇ ભાલીયા ની વાડીએ કામ કરતા પરસોતમ ઉર્ફે છન્નાભાઈ જેરામભાઈ ગોહિલ નામના યુવાનને જીવાભાઇ ની પુત્રવધુ વિધવા રંજનબેન સાથે આડા સંબંધ હોવાની વાતનું મન દુખ હોય અને અવારનવાર સમજાવતા હોય પરંતુ ન સમજતા જીવાભાઇ સહિત હરેશ ઉર્ફે હકો જીવા ભાલીયા, જયદીપ હરેશ ભાલીયા, ઘનશ્‍યામ કરમશી ભાલીયા, દાનું જીવા ભાલીયા, પુંજા અરજણ ભાલીયા, જયરાજ પુંજા ભાલીયા, મેરામ બચુ ભાલીયા, નિલેશ વિનુ ભાલીયા નામના શખ્‍સોએ  એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી લાકડીઓ પ્‍લાસ્‍ટિકના પાઇપ અને કમરના પટ્ટા જેવા હથિયારો વડે તથા ઢીકા પાટુ વડે આડેધડ શરીર ઉપર માર મારી તેની હત્‍યા કર્યાની ફરીયાદ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમાં ગોરધનભાઈ જેરામભાઈ ગોહિલે નોંધાતા પોલીસે ધોરણ સરની  કાર્યવાહી હાથ ધરી હતી

યુવતી ઉપર બળાત્‍કાર

 અમરેલીમાં યુવતીને કાલાવડના આદિલ સતાર પટેલ નામના શખ્‍સ  સાથે સગાઈ થઈ હોય સગાઈ તોડી નાખવાની ધમકી આપી મદીના મસ્‍જિદ પાછળ, રાજકોટ મુકામે તેના ઘરે તથા જામનગર મુકામે વારંવાર મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્‍કાર કર્યાની ફરિયાદ સીટી પોલીસ મથક પર નોંધાતા પોલીસે ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:43 PM IST)