News of Monday, 16th June 2025
અમરેલી જીલ્લામાં સમયસર મેઘરાજાની પધરામણીથી ખેડૂતો રાજીઃ ખાંભા પંથકમાં વાવણીલાયક વરસાદ
જીલ્લાના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૬: અમરેલી જિલ્લામાં પંદર દિવસ પૂર્વે ટ્રાટ કેલા વિનાશક વાવાઝોડા બાદ મેઘરાજાએ સમયસર એન્ટ્રી કરી સર્વત્ર ધીમીધારે વરસાદ સ્વરૂપે પાણી પડતા જગતના તાતના મોં મલકતા થયા હતા. અમરેલી જિલ્લામાં ૧૫ દિવસ પૂર્વે ભયંકર વાવાઝોડું અને વરસાદ પડી ગયા બાદ ભારે વિનાશ વેરી દીધો હતો અને ગરમી ઉકલાટનો અસહસ્ય અનુભવ થઈ રહ્યો હતો ત્યારે ગઈકાલે સાંજના વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું અને સૌથી વધુ ખાંભા પંથકમાં અઢી ઇંચ જેટલું પાણી વરસી ગયું હતું અમરેલી તાલુકામાં પણ ગઈકાલ સાંજથી અત્રે લખાઈ રહ્યું છે ત્યાં સુધી મા વાવણી લાયક વરસાદ વરસી ગયા ના વાવડ મળી રહ્યા છે સાવરકુંડલા ધારી અને બગસરા અને રાજુલામાં પણ ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ છે ત્યારે સમયસર મેઘ રાજા પધારતા ખેત આધારિત અમરેલી જિલ્લામાં જગતનો તાત વાવણી કાર્યમાં શ્રી ગણેશ કર્યા છે આ જિલ્લામાં સૌથી વધુ બિયારણ કપાસ અને મગફળીની ખેતી થવાની ધારણા થઈ છે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
