News of Monday, 16th June 2025
આ છે એક સમયનું સૌરાષ્ટ્રનું પેરિસ

જામનગરમાં કચરાના નિકાલની સમસ્યા કાયમી છે.. થોડા થોડા સમયે આ સમસ્યા અંગે વિવાદો ચર્ચામાં આવતા જ રહે છે હમણા બે માસ થયા જામનગરમાં થતા કચરામાંથી વીજ ઉત્પન્ન કરવા અંગે સ્થાપિત કંપની વેસ્ટ ટુ એનર્જી પણ બંધ હાલતમાં છે તે શહેરમાંથી કચરો ઉપાડવાના નવા કોન્ટ્રાકટમાં પણ તોતિંગ ભાવ વધારો કરી દેવામાં આવેલ છે.. પ્રજા પાસેથી સફાઈ અને હાઉસટેક્ષ ઉઘરાવ્યા પછી પણ શહેરમાં સફાઇ કામગીરીમાં કંઇ કાંદા કાઢી લેવા જેવું નથી... શહેરના અનેક વિસ્તારોમાં મહાનગરપાલિકાએ નકકી કરેલા જાહેરરોડ પરના કચરાના પોઈન્ટ પર પણ સમયસર કચરો ઉપડતો ન હોઈ આ તસ્વીરો જ કહી જાય છે.. પટેલ કોલોની, બેડી બંદર રોડ, શાક મારકેટ, તણજીત રોડ સહિત અનેક જાહેરમાર્ગો પર આવા દ્રશ્યો વારંવાર જોવા મળે છે.. જામનગર એક સમયે સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાતું અને હવે આ શહેર અનેક સમસ્યાઓનું નગર બની ચુકયું છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
