<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

જામનગરના આધ્‍યાત્‍મિક-સામાજીક-બેન્‍કિંગ ક્ષેત્રના પીઢ અગ્રણી વિનુભાઈ તન્‍નાનું અવસાન

કાલે સાંજે ૫ થી ૬ દરમિયાન કેશવ સ્‍પોટર્સ હોલ ઓશવાળ સેન્‍ટરમાં પ્રાર્થના સભા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૧૬: જામનગરના આધ્‍યાત્‍મિક, સામાજિક અને બેન્‍કિંગ ક્ષેત્રના પીઢ અગ્રણી વિનુભાઈ તન્નાનું નિધન થતા ઘેરો શોક છવાયો છે.

બાલા હનુમાન મંદિર ટ્રસ્‍ટના મંત્રી, લોહાણા મહિલા સેવા સમાજના ટ્રસ્‍ટી અને જે.પી.બેંકના પૂર્વ એમ.ડી એ અંતિમ શ્વાસ લીધા છે. આજે સવારે ૧૧:૩૦ કલાકે તેમના નિવાસસ્‍થાન, તન્ના હાઉસ, આશાપુરા હોટેલ પાસે, સરૂ સેક્ષન રોડ, જામનગર ખાતેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી. સ્‍વર્ગસ્‍થ આત્‍માની શાંતિ અર્થે આવતીકાલે સાંજે ૫ થી ૬ દરમિયાન કેશવ સ્‍પોર્ટસ હોલ, ઓસવાળ સેન્‍ટર, જામનગર ખાતે પ્રાર્થનાસભા રાખેલ છે. વિનુભાઇ જી. તન્ના  શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ - પ્રમુખ, જામનગર લોહાણા મહાજન - મંત્રી, ઓલ ઈન્‍ડીયા હાલાઈ લોહાણા મહાજન - કારોબારી સભ્‍ય, કસ્‍તુરબાષાી વિકાસ ગળહ-સભ્‍ય, શ્રી જીવ દયા મંડળી મુંબઈ - પ્રતિનિધિ, શ્રી લોહાણા મહિલા સેવા સમાજ - ટ્રસ્‍ટી, ઈરાન - ઈરાક યુધ્‍ધમાં જીલ્લાના ૨૨ વહાણ બચાવ્‍યા તથા તેમના ૪૦૦ માણસોના જીવ બચાવ્‍યા., કચ્‍છ - સૌરાષ્‍ટ્ર સાગર ખેડૂત સંઘની સ્‍થાપના કરી., શ્રી બાલા હનુમાન સંકિર્તન મંડળ - ટ્રસ્‍ટી - ખજાનચી - પ્રમુખ, શ્રી લાખોટા જળ સંચય અભિયાન સમિતિ - સભ્‍ય, શ્રી બેટ - દ્વારકા અન્નપુર્ણા સાધુ સદાવ્રત - ટ્રસ્‍ટી

શ્રી કળષદાસ માધવજી તન્ના સ્‍મશાન સમિતિ - ટ્રસ્‍ટી, ધી સીડઝ એન્‍ડ ગ્રેઈન મરચન્‍ટ એસોસીએશન - ઉપ પ્રમુખ, સલાયા સેઈલીંગ વેસલ્‍સ ઓન એસોસીએશન - ઉપપ્રમુખ, સૌરાષ્‍ટ્ર ડેઈટ મરચન્‍ટ એસોસીએશન - મંત્રી, ફેડરેશન ઓફ સૌરાષ્‍ટ્ર - કચ્‍છ વહાણવટા એસોસીએશન - ઉપ પ્રમુખ, ધી જામનગર પીપલ્‍સ કો. ઓપ. બેન્‍ક લી. - ચેરમેન, મેનેજીંગ ડીરેકટર, ડીરેકટર, જામનગર નાગરીક પુરવઠા સલાહકાર સમિતિ - સભ્‍ય, જામનગર જિલ્લા જેલ, સલાહકાર સમિતિ - સભ્‍ય, નવાનગર ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝ - કારોબારી સભ્‍ય, નેશનલ સીવીલ મેરી, ટાઈમ- કમીટી સભ્‍ય, વેસ્‍ટર્ન રેલ્‍વે સ્‍ટેશન સલાહકાર સમિતિ-સભ્‍ય, સલાયા માછીમાર સહકારી સંઘ-સભ્‍ય,સીવીલ ડીફેન્‍સ - સભ્‍ય, ધી ગુજરાત અર્બન કો. ઓપ. બેન્‍કસ ફેડરેશન, અમદાવાદ - ડીરેકટર, ધી સૌરાષ્‍ટ્ર - કચ્‍છ કો. ઓપ. બેન્‍કસ ફેડરેશન, રાજકોટ - ડીરેકટર તરીકે સેવા આપી ચુકયા છે.

આ ઉપરાંત તેઓને  ભારતીય ઉદ્યોગ રત્‍ન એવોર્ડ - ૨૦૦૬ - દિલ્‍હી, ભારતીય વિકાસ રત્‍ન એવોર્ડ - ૨૦૦૯ - દિલ્‍હી, વિનર એચ્‍યુમેન્‍ટ મેનેજમેન્‍ટ એવોર્ડ - ૨૦૦૯ - મુંબઈ, તળતિય શિલ્‍ડ - ૨૦૦૭/૨૦૦૮ - ગુજરાત રાજય સહકારી સંઘ, રાષ્‍ટ્રિય વિકાસ રત્‍ન એવોર્ડ- ઈકોનોમીક ગ્રોથ સોસાયટી - ન્‍યુ દિલ્‍હી, એચ્‍યુમેન્‍ટ મેનેજમેન્‍ટ એવોર્ડ બેન્‍કીંગ ફ્રન્‍ટીયર - મુંબઈ, જામનગર મહાનગરપાલિકા દવારા રાષ્‍ટ્રિય અને રાજય કક્ષાએ કરેલ વિશિષ્ટ સિધ્‍ધિઓ અન્‍વયે મેયર એવોર્ડ - ૨૦૧૦.

ભારતીય જનતા પાર્ટી શહેર સમિતિમાં ચીફ કન્‍વીનર તરીકે નિમાતા, ભારતીય જનતા પાર્ટીનો તા. ૦૩-૦૧-૨૦૧૪નો પત્ર, ગુજરાત અર્બન કો. ઓપ. બેન્‍કસ ફેડરેશન, અમદાવાદ તરફથી છેલ્લા ૨૯ વર્ષથી સહકારી ક્ષેત્રે અવિરત સેવાની નોંધ લઈ ફેડરેશન તથા રાજય સહકારની ઘી ગુજરાત સ્‍ટેટ કો. ઓપ.-બેન્‍ક લી., અમદાવાદના સંયુક્‍ત ઉપક્રમે  શ્રી સહકાર સેતુ - ૨૦૧૪ નું શિલ્‍ડ આપી સન્‍માનીત કર્યા., શ્રેષ્ઠ રઘુવંશી નાગરિક પ્રતિભા એવોર્ડ  લોહાણા મહાપરિષદ કે જે વિશ્વમાં વસતાં રઘુવંશીઓનું પ્રતિનિધિત્‍વ કરે છે તેમના તરફથી શિલ્‍ડ આપી સન્‍માન કરવામાં આવ્‍યું., ગુજરાત અર્બન કો. ઓપ. બેન્‍કસ ફેડરેશન ઉપક્રમે સહકાર સેતુ - ૨૦૧૮ અન્‍વયે ગ્રોસ એન. પી. એ. અંગેનો એવોર્ડ મેળવેલ છે., વર્ષ - ૨૦૧૯ ધી સૌરાષ્‍ટ્ર કચ્‍છ અર્બન કો. ઓપ. બેન્‍કસ ફેડરેશન, રાજકોટ, વાઈસ ચેરમેન તરીકેની વરણી કરવામાં આવેલ છે., તા. ૦૧-૦૫-૨૦૨૩ ના ગુજરાત સ્‍થાપના દિનની ઉજવણીમાં રાજયપાલશ્રી હસ્‍તે સ્‍મળતિ ચિન્‍હ અને એવોર્ડ મેળવેલ છે., સૌરાષ્‍ટ્ર કચ્‍છ અર્બન કો. ઓપ. બેન્‍કસ ફેડરેશન, રાજકોટ દ્વારા અપાયેલ સન્‍માનપત્ર મળેલ છે

(1:57 PM IST)