<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

રાજકોટના વૃદ્ધનો બિમારીથી ત્રાસી ધોરાજીની નદીમાં આપઘાત

 

ધોરાજી તા.૧૬: વેગડી પાસે આવેલ ભાદર નદી માંથી એક લાશ નદીમાં તરતી હોય તેવાં સમાચાર મળતા આ ઘટનાની જાણ થતાં જામકંડોરણા અને ધોરાજી પોલીસ તંત્ર અને નગરપાલિકા ની ફાયર બ્રિગેડ વિભાગ ની ઘટના સ્‍થળે દોડી આવી હતી અને તરવડાનાં સરપંચ અને ગ્રામજનો પણ ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા.

લાશને બહાર કાઢી અને ધોરાજી નાં સરકારી હોસ્‍પિટલમાં લાશને પીએમ માટે મોકલી આપી હતી.   અજાણ્‍યા પુરુષની ઓળખ કરવાની કામગીરી હાથ ધરતા બાવનજીભાઈ જગજીવનભાઇ હરસોડા ઉંમર ૭૫ રહે.રાજકોટ મુળ તરવાડા તા.જામ કંડોરણા વાળાની લાશ મળી આવેલ હતી અને લાશ ૨ દિવસ આસપાસ પાણીમાં રહેલ હોય અને ફુલી ગયેલ હોય જેથી  હાલે લાશને ફોરેન્‍સિક પી.એમ. માટે રાજકોટ ખાતે ધોરાજી તાલુકા પોલીસ લઇ ગયેલ છે.

મરણ જનારે બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હોય તેવું જાણવા મળ્‍યું છે. (તસવીરઃ કિશોર રાઠોડ)

(2:25 PM IST)