<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

સિહોરથી રાજકોટ હાઇવે રોડ ભારે વરસાદના કારણે બંધ કરાયો

ગૌતમેશ્વર નદીનું પાણી હાઇવે રોડ ઉપર ફરી વળતા હાઈવે રોડ બંધ થયો : રોડની બંને તરફ વાહનોની લાંબી કતાર લાગી

ભાવનગર જિલ્લાના સિહોરથી રાજકોટ હાઇવે રોડ ભારે વરસાદના કારણે બંધ કરવામાં આવ્યો છે. સિહોર નજીક આવેલ ગૌતમેશ્વર નદીનું પાણી હાઇવે રોડ ઉપર ફરી વળતા હાઈવે રોડ બંધ થયો છે. સિહોર- રાજકોટ હાઇવે રોડની બંને તરફ વાહનોની લાંબી કતાર લાગી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીમાં વરસાદના પાણી ફરી વળ્યા છે, જેના કારણે હાઇવે રોડ બંધ થયો છે

(7:16 PM IST)