<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

તલગાજરડા સ્કૂલમાં ફસાયેલા વિધાર્થીને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા

ફાયર બ્રિગેડ તેમજ પોલીસ, સ્થાનિક ગામ લોકોની મદદથી તમામનું રેસ્ક્યુ કરાયુ

ભાવનગર : મહુવા તાલુકામાં ધોધમાર વરસાદના કારણે અનેક નદીઓમાં ભારે ઘોડાપુર આવ્યા હતા  મહુવાના તલગાજરડા ગામમાં ભારે વરસાદના લીધે 6 ફૂટથી વધારે પાણી ભરાયા છે.  રૂપાવો નદીના પાણી, ભારે વરસાદના કારણે તલગાજરડા ગામમાં ઘુસ્યા છે. ધોરણ 9 થી 12 ના 35 થી 40 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાઈ ગયા હતા 

 તલગાજરડા સ્કૂલમાં ફસાયેલા વિધાર્થીને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ તેમજ પોલીસ, સ્થાનિક ગામ લોકોની મદદ લેવામાં આવી હતી. તળજા ફાયર ટિમ ખાસ બોલાવમાં આવી હતી. સ્કૂલમાં ફસાયેલા વિધાર્થીને સુરક્ષિત રીતે બહાર કાઢી લાવમાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ સ્ટાફ રેસ્ક્યુ મદદમા જોડાઈ હતી

 

(7:20 PM IST)