તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th June 2025
કાલે મોરબીમાં સ્વ. ધવલભાઈ રાંકજા ની સ્નેહ સ્મૃતિમાં પાંચમી પુણ્ય તિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ,HDFC બેન્ક તેમજ Eden ગાર્ડન દ્વારા લાયન મેમ્બર સ્વ. ધવલભાઈ ની પાંચમી પુણ્ય તિથિ તારીખ ૧૭.૦૬.૨૦૨૫ ના દિવસે હોવાથી ધવલભાઈને શ્રદ્ધાંજલિ સ્વરૂપે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
તેમની યાદમાં દર વર્ષે સતત ચાર વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે,
આ વર્ષે પણ લાયન્સ ક્લબ ઓફ મોરબીનઝરબાગ , HDFC બેન્ક તેમજ Eden Garden દ્વારા એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
તો મોરબીના રક્તદાતા આ કેમ્પમાં વધુમાં વધુ જોડાય તેવો એક મેસેજ રક્તદાતા સુધી પહોચાડવામાં આવે છે.
તારીખ : ૧૭.૦૬.૨૦૨૫ મંગળવાર સવારે ૮.૦૦ થી ૧.૦૦ કલાક સંસ્કાર બ્લડ બેન્ક , GIDC મેઈન રોડ, સનાળા રોડ, મોરબી ખાતે રક્તદાન કેમ્પ રાખેલ છે . વધુ માહિતી માટે ડો. રવિન્દ્ર ભટ્ટ મો. ૯૮૯૮૨ ૮૮૭૭૭ તુષાર દફ્તરી મો. ૯૮૨૫૨ ૯૧૩૧૩નો સંપર્ક કરી શકાય છે
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
